કાનપુર ગ્રામ્ય વિસ્તારનાં અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસની નિર્દયતાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુપી પોલીસ એક વ્યક્તિને ખેંચીને મારતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસની ઘણી ટીકા થઈ રહી છે. જણાવી દઇએ કે, પોલીસે વ્યક્તિનાં હાથમાં તેનું બાળક પણ જોયું ન હતું અને તેઓ તેને મારતા રહ્યા. આ ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચો – વધુ એક મુસિબત / તૈયાર રહો વધુ એક ઝટકા માટે, આવતા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી
આવતા વર્ષે એટલે કે 2022 માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષ મતદાતાઓને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. અહી લો-એન્ડ ઓર્ડરને લઇને ઘણી વખત સરકાર કઠેડામાં જોવા મળે છે. લગભગ તંત્ર દ્વારા કરવામાં આવતા જુલ્મને છુપાવી દેવામાં આવતા હોય છે. ત્યારે હવે એક સવાલ ઉભો થાય છે કે શું યુપીમાં સરકાર બનાવવા માંગતી પાર્ટીઓ ખરેખરમાં નાગરિકોની ભલાઇ માટે સરકાર બનાવવા માંગે છે? જેનો જવાબ તમે ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા તાજેતરમાં સામે આવેલા વીડિયો મારફતે મેળવી શકો છો.
ઉત્તર પ્રદેશનાં કાનપુર ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસની બર્બરતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ એક વ્યક્તિ પર લાકડીઓ વરસાવી રહી છે. જ્યારે 3 વર્ષનું માસૂમ બાળક તેના ખોળામાં બેસીને રડી રહ્યુ છે. જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે તે પોલીસને વારંવાર અપીલ કરી રહ્યો હતો કે બાળકને વાગી જશે, મારશો નહીં, પરંતુ પોલીસ તે માનવા તૈયાર ન હોતી. હવે આ વીડિયોને લઈને કાનપુર પોલીસનો ખુલાસો પણ સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો હતો તે અને તેનો ભાઈ હોસ્પિટલમાં અરાજકતા સર્જી રહ્યા હતા. લગભગ 50 સેકન્ડનાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે સામે પોલીસનું વાહન ઉભું છે અને તે વ્યક્તિને ત્યાં મારવામાં આવી રહ્યો છે. તે પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પોલીસે દોડીને તેને માર મારવાનું ચાલુ રાખ્યુ હતુ. જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો હતો તે પોલીસને વારંવાર વિનંતી કરી રહ્યો હતો કે મારશો નહી મારા બાળકને વાગી જશે પરંતુ પોલીસ થોડી આ સાંભળવાની હતી.
सशक्त कानून व्यवस्था वो है जहां कमजोर से कमजोर व्यक्ति को न्याय मिल सके।
यह नहीं कि न्याय मांगने वालों को न्याय के स्थान पर इस बर्बरता का सामना करना पड़े,यह बहुत कष्टदायक है।भयभीत समाज कानून के राज का उदाहरण नहीं है।
सशक्त कानून व्यवस्था वो है जहां कानून का भय हो,पुलिस का नहीं। pic.twitter.com/xoseGpWzZH
— Varun Gandhi (@varungandhi80) December 10, 2021
આ પણ વાંચો – અલવિદા / અંતિમ સફર પર વીર સપૂત, રાજધાની દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર
આ સાથે જ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પણ આ મામલો ઉઠાવ્યો છે. વરુણે ટ્વીટ કરીને કહ્યું છે કે, મજબૂત કાયદો અને વ્યવસ્થા એ છે જ્યાં સૌથી નબળાને ન્યાય મળી શકે. એવું નથી કે ન્યાય માંગનારાઓને ન્યાયની જગ્યાએ આ બર્બરતાનો સામનો કરવો પડે, તે ખૂબ જ પીડાદાયક છે. ભયભીત સમાજ કાયદાનાં શાસનનું ઉદાહરણ નથી. મજબૂત કાયદો અને વ્યવસ્થા એ છે જ્યાં પોલીસનો નહીં પણ કાયદાનો ડર હોય. વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે (કાનપુર પોલીસ) આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા આપી છે. પોલીસનું કહેવું છે કે, રજનીશ શુક્લા નામનો વ્યક્તિ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હંગામો મચાવી રહ્યો હતો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ રજનીશનો ભાઈ છે. પોલીસનાં કહેવા પ્રમાણે, વારંવાર સમજાવવા છતા તે સ્વીકારવા તૈયાર નહોતો.
