દંડ/ આ દેશે Googleને ફટકાર્યો 900 કરોડ રૂપિયાનો દંડ, લગાવ્યો મનસ્વીતાનો આરોપ

ગુગલને ઇટાલીમાં 123 મિલિયન (લગભગ 900 કરોડ) નો દંડ ફટકારવામાં આવ્યો છે. તકનીકી ક્ષેત્રે તેમની મજબૂત અને અસરકારક સ્થિતિનો લાભ લેવા અને મનસ્વી હોવાનો દોષી માનવામાં આવ્યો છે.

Top Stories World Tech & Auto

ગુગલને ઇટાલીમાં 123 મિલિયન (લગભગ 900 કરોડ) નો દંડ ફટકારવામાં આવ્યો છે. તકનીકી ક્ષેત્રે તેમની મજબૂત અને અસરકારક સ્થિતિનો લાભ લેવા અને મનસ્વી હોવાનો દોષી માનવામાં આવ્યો છે. ગૂગલ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે કોઈ સરકારી મોબાઇલ એપ્લિકેશનને તેના એન્ડ્રોઇડ ઓટો પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનને જાહેર કરવાની મંજૂરી આપી નથી. તમને જણાવી દઈએ કે ગુગલ પર ભૂતકાળમાં તકનીકી વિશ્વમાં તેની મજબૂત સ્થિતિનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

હકીકતમાં, ઇટાલીમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરતા લોકોની સુવિધા માટે, ઇટાલી સહિત સમગ્ર યુરોપિયન યુનિયનમાં 95 હજાર જાહેર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. લોકોની સગવડ માટે, ઇટાલીની સરકારે એનેલે જુસપસ નામની એક એપ તૈયાર કરી છે, જેથી લોકો સરળતાથી ચાર્જિંગ સ્ટેશન જાણી શકે.પરંતુ ગૂગલે આ એપ્લિકેશનને તેના એન્ડ્રોઇડ ઓટોપ્લેટફોર્મ પર ચાલવાની મંજૂરી આપી નથી.

આના પર, કોમ્પીટીશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી ઓફ ઇટાલી (એજીસીએમ) એ ગૂગલને આદેશ આપ્યો છે કે તે જુસપસ  એપ્લિકેશનને એન્ડ્રોઇડ ઓટો પર તાત્કાલિક ઉપલબ્ધ કરે. એજીસીએમએ કહ્યું કે ગૂગલે તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડની લોકપ્રિયતાનો દુરુપયોગ કરીને સ્પર્ધાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. આ સિવાય તેણે તેના એપ સ્ટોર ગૂગલ પ્લેનો પણ દુરુપયોગ કર્યો અને વપરાશકર્તાઓ સુધી આ એપની એક્સેસ મર્યાદિત કરી.

ગૂગલ સામે એજીસીએમ સાથે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલે લગભગ બે વર્ષથી જુસપસને ચલાવવાની મંજૂરી આપી નથી. કેસની તપાસ કર્યા પછી, આ ફરિયાદો સાચી હોવાનું જણાયું હતું અને તેના પર 123 મિલિયન ડોલર દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે ગુગલના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ આ નિર્ણય સામે ઉપલી કોર્ટમાં અરજી કરશે. જો કે, વિરોધી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓના કારણે ભૂતકાળમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં જ, યુરોપિયન યુનિયનના કોમ્પિટિશન રેગ્યુલેટરી કમિશને ગૂગલ પર 1000 મિલિયન એટલે કે લગભગ, 73,600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.