રાજકોટમાં 24 કલાકમાં 39 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 38 દર્દીના મોત નીપજ્યા હતા, પરંતુ ડેથ ઓડિટ કમિટી દ્વારા 8 દર્દીના કોવિડમાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 112 કેસ નોંધવામાં આવ્યા હતા.ત્યારે શહેરમાં કુલ કેસની સંખ્યા 38510 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2674 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 413 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

તારીખ: 13/05/2021 ના કુલ પોઝિટિવ :- 286
કુલ ટેસ્ટ :- 5678
કુલ પોઝિટિવ :- 286
પોઝિટીવ રેઈટ :- 5.04 %
કુલ ડીસ્ચાર્જ :- 413
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 112કુલ પોઝિટિવ કેસ :- 38622
કુલ ડિસ્ચાર્જ : 35663
રિકવરી રેઈટ : 92.60 %
કુલ ટેસ્ટ :- 1078514
પોઝિટિવિટી રેઈટ :- 3.57 %
બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 6233 લોકોએ કોરોના વેકસીન લીધી

શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3000 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3233 સહિત કુલ 6233 નાગરિકોએ રસી લીધી છે.
જૈન મહાસતીજી તારાબાઈ કાળધર્મ પામ્યા

રાજકોટમાં ઈન્દ્રપ્રસ્થ નગર જૈન સંઘ ખાતે બિરાજીત ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય ગુરુદેવ ધીરજમુનિ મ.સના આજ્ઞાનું વર્તી અધ્યાત્મ યોગીની રંભા ભાઈ મ.સના શિષ્યા તારાબાઈ મ.સ.નું 84 વર્ષની ઉંમરે એક જ વર્ષના દીક્ષા ફરિયાદ સહિત તારીખ 12 ના રોજ રાત્રે 10:15 કલાકે કાળધર્મ પામ્યા છે. આજે સવારે સરકારી દિશા નિર્દેશ અનુસાર તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. એવું ધીરુભાઈ વોરાની યાદીમાં જણાવાયું છે
એસટી ડિવિઝનના 200 રૂટ રદ

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ એસટી બસ ડિવિઝનમાં મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વધતા જતા સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજકોટ એસટી ડિવિઝનના લોકલ અને લાંબા રૂટના 200 રૂટ રદ કરવામાં આવ્યા છે. જે બસના રૂટ રદ કરાયા છે તેમાં રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે.
માસ્ક વિના ફરી રહેલા 50 ફેરિયાઓ દંડાયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરીથી કોરોનાની ગાઇડ લાઇનનો ઉલાળિયો કરીને માસ્ક વિના ફરી રહેલા 50 ફેરિયાઓને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી અને દંડની વસૂલાત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગ માં સવારથી અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાયદાની એસીતેસી કરનારા અનેક ફેરિયાઓ દંડાયા હતા
મ્યુકરમાઈકોસિસના વધુ કેસ આવે તેવી શક્યતા

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યાં છે અને હાલમાં 200 દર્દી દાખલ છે. જોકે હજુ પણ આ સંખ્યા વધીને 500 થઈ જશે તેવી શક્યતા વચ્ચે સિવિલના તંત્રએ 250 બેડની ક્ષમતા વધારીને 500 બેડ કરી છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાંથી ઉપરાંત હવે બરોડામાંથી પણ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે રાજકોટ આવી રહ્યાં છે આ કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.
સ્ટેશનરી અને દરજી એસો.એ અડધો દિવસ દુકાન ખોલવા માગ કરી છે.
સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ માં 18 મી સુધી સહયોગ આપશે પરંતુ હવે લંબાવવામાં આવશે તો સહયોગ આપવામાં નહીં આવે તેવું ગુંદાવાળીનાવેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.
રાજકોટમાં અનેક વેપારીઓ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત, મીની એવા અધકચરું લોકડાઉન થી નાના વેપારીઓની હાલત ખુબ ખરાબ, ઉપરાંત આ લોકડાઉનમાં 40% વેપાર જ બંધ છે, બાકી બજાર – માર્કેટ ચાલુ છે. જે 40% માર્કેટ બંધ છે, તેમાં નાના વેપારીઓને ખૂબ જ મોટી અસર થઈ છે.
રાજકોટ સોની બજાર ના ઝવેરીઓ એ પણ લોકડાઉન મુક્તિની માંગણી કરી છે. સવારે 10 થી બપોરે 4 સુધી શોરૂમ દુકાનો ખુલ્લા રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે.

