Interesting/ ખેડૂતે સર્જરી માટે ભેગા કર્યા હતા પૈસા, ઉંદરે બધા જ કોતરી ખાધા

ભારતમાં ઉંદરોનો ત્રાસ ઘણો છે. દેશનાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યા આ નાના જીવેે મોટી મુસિબતો ઉભી કરી દીધી છેે.

Ajab Gajab News

ભારતમાં ઉંદરોનો ત્રાસ ઘણો છે. દેશનાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યા આ નાના જીવેે મોટી મુસિબતો ઉભી કરી દીધી છેે. જણાવી દઇએ કે, ઉંદરો લોકોનાં ઘરોમાં આવતા-જતા રહે છે. વળી, કેટલીકવાર આ ઉંદરો પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.

OMG! / 250 વર્ષ જુની વ્હીસ્કીની બોટલ એક કરોડ રૂપિયાથી પણ વધુમાં વેચાઇ

હવે એવા કિસ્સામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેમા ઉંદરોએ એેક માણસનાં લોહી અને પરસેવાની કમાણીનાં 2 લાખ રૂપિયા કોતરી ખાધા હતા. આ મામલો તેલંગાણાનો છે. અહીં એક વ્યક્તિની બેગમાં રાખેલા પૈસાને ઉંદરોએ એટલા ખરાબ રીતે કોતરી ખાધા કે હવે તેનો કોઈ ઉપયોગ થઇ શકે તેમ નથી. કેટલાક અહેવાલો અનુસાર, યુવકનું નામ રેડ્ડી નાયક છે, જે તેલંગાણાનાં ઈંદિરાનગર થાંડાનાં વેમનુર ગામમાં રહે છે. રેડ્ડી નાયકે તેના પૈસા બેગમાં મૂકી દીધા હતા અને તેને અલમારીમાં રાખ્યા હતા, પણ તેમને ખબર નહોતી કે તે ફરી આ પૈસા મેળવી શકશે નહીં. જણાવી દઇએ કે, રેડ્ડી નાયકે પેટનાં ઓપરેશન માટે આ પૈસા એકઠા કર્યા હતા. રેડ્ડી નાયકે શાકભાજી વેચીને આ નાણાંમાંથી કેટલાક પૈસા બચાવી રાખ્યા હતા, જ્યારે સગા સંબંધીઓને પૂછીને કેટલાક પૈસા માંગીને ભેગા કર્યા હતા. તે દરમ્યાન, એક દિવસ રેડ્ડીએ અલમારી ખોલી ત્યારે તેણે જોયું કે, બધા પૈસા ઉંદરોએ કોતરી ખાધા હતા. આ જોઈને તેના હોશ ઉડી ગયા. રેડ્ડી નાયક કહે છે કે, તે દરરોજ પોતાના ટુ-વ્હીલર પર શાકભાજીની બેગ રાખીને ઘરે ઘરે જાય છે, જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ફાટેલી નોટોને બદલી લેવા તેમણે ઘણી બેંકોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તમામ બેંક અધિકારીઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ચોંકાવનારો કિસ્સો / ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

વળી કેટલીક બેંકોએ તેમને ચોક્કસપણે તેમની સમસ્યાનેલ આરબીઆઈની હૈદરાબાદ શાખાને જણાવવા કહ્યુ છે. આપ જાણતા જ હશો કેે આરબીઆઇએ તાજેતરમાં બેંકોને નિર્દેશ આપ્યો છે કે, કપાયેલા અને ફાટેલા નોટોને બદલી દેવામાં આવે, પરંતુ ઉંદરો દ્વારા અડધી ચાવી જનારી નોટોનાં કિસ્સામાં આવો કોઈ નિયમ નથી. આવી સ્થિતિમાં હવે રેડ્ડી નાયક ખૂબ નારાજ છે. બીજી તરફ, એક સમાચાર છે કે એક મંત્રીએ તેની સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી છે. મંત્રીએ રવિવારે ખેડૂત રેડ્ડી નાયકને ખાતરી આપી હતી કે તેઓ તેમની ગમતી કોઈપણ હોસ્પિટલમાં પોતાની સર્જરીની વ્યવસ્થા કરાવશે અને તેમને આર્થિક સહાય પણ કરશે.