Panchmahal/ કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપી પાડી કરી કાયદેસરની કાર્યવાહી

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં વાવકુંડલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ ઈસમોને વન વિભાગે પકડી પાડ્યા છે…

Gujarat Others

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં વાવકુંડલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ ઈસમોને વન વિભાગે પકડી પાડ્યા છે. તેમની પાસેથી હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જીલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાની જાણકારી મળી હતી. જેમા વન્યજીવ પર તાંત્રિકવિધી કરીને પૈસાનો વરસાદ કરવાનો દાવો કરવામા આવતો હતો. આથી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે વનવિભાગ રાજગઢ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સંયૂક્ત રીતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા માઉસિંગ નામના શખ્શનુ નામ ખુલ્યુ હોવાની વિગતો બહાર આવી હતી. આથી સંસ્થાની ટીમ દ્વારા માઉસિંગ સાથે વાતચીતનો દોર શરુ કરવામાં આવ્યો હતો. પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વીધી કરવાની હોવાનું જણાવતા માઉસિંહ કાચબા આપવા તૈયાર થયો હતો.

આ વેપલો કરનારાઓને પકડવા માટે તાંત્રિક વીધી વાવ કુંડલીના જંગલમાં ગોઠવામાં આવી હતી. જેમા એક વનઅધિકારી સાધુ બન્યા હતા અને અન્ય સંસ્થાના કાર્યકરો જંગલમા પહોચ્યા હતા. જ્યા પહેલેથી જ કાચબાનો વેપલો કરનારા માઉસિંગ બારીયા અને તેના સાગરિતો ગોવિંદ પટેલીયા,પ્રદિપ બારીયા,રણજીત બારીયા,ભરત બારીયા હાજર રહ્યા હતા.જયા પુજામા બેઠેલા એક કાર્યકરે “કાચબા આવી ગયા છે” તેવો મેસેજ કરતા ત્યા થોડે દુર ઉભેલી વનવિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો આવી જતા આ વેપલો કરનારા ઇસમોને પકડી લીધા હતા.

Covid-19: રાજ્યમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં આજે ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કર્સમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો