Video/ ફિલ્મ RRR નું નવું સોંગ જનની થયું રિલીઝ, જોઈને તમે પણ થઈ જશો ભાવુક

ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં બે ભારતીય સ્વતંત્રતા સેનાની અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા બતાવવામાં આવશે.

Entertainment
જનની

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRનું નવું ગીત ‘જનની’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળનાર દરેક વ્યક્તિ ભાવુક થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ગીતમાં ઘણી દેશભક્તિ દર્શાવવામાં આવી છે અને જે રીતે ગીતને ફિલ્માવવામાં આવ્યું છે તે જોઈને કોઈની પણ દેશભક્તિ જાગી જશે. આ ગીતના વીડિયોમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન, આલિયા ભટ્ટ અને શ્રેયા સરન ઈમોશનલ જોવા મળે છે. રામ ચરણે સોશિયલ મીડિયા પર ગીતના રિલીઝની માહિતી આપી છે. ગીતનું પોસ્ટર શેર કરતાં રામ ચરણે લખ્યું- જનની… વ્યક્ત કરે છે, ઉજવણી કરે છે અને પ્રતીક કરે છે…

આ પણ વાંચો :ફિલ્મ ‘મિલી’નું શૂટિંગ પૂરું થતાં જ ભાવુક થઈ જ્હાનવી કપૂર, શેર કર્યા ફોટા

ફિલ્મમાં શું છે ખાસ  

ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં બે ભારતીય સ્વતંત્રતા સેનાની અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા બતાવવામાં આવશે. વિદ્રોહ અને સંઘર્ષના યુગને દર્શાવતી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ગુરુવારે હૈદરાબાદમાં RRRના ગીત જનની માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્દેશક એસએસ રાજામૌલી અને નિર્માતા ડીવીવી દાનન્યા સામેલ હતા. આ પ્રસંગમાં તેણે ગીતનો વિચાર અને હેતુ જણાવ્યો. ઈવેન્ટમાં રાજામૌલીએ જણાવ્યું કે ફિલ્મનું ટ્રેલર ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રિલીઝ થશે. ટ્રેલર રિલીઝ થતા પહેલા એક ઈવેન્ટ અને પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં કાસ્ટ અને ક્રૂ સામેલ થશે.

જુઓ 

આ પણ વાંચો :સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ યોદ્ધાનું શૂટિંગ, સાથે જોવા મળશે આ બોલ્ડ એક્ટ્રેસ

7મી જાન્યુઆરીએ થશે રિલીઝ

બાહુબલી બાદ રાજામૌલીએ પણ મોટા બજેટની RRR ફિલ્મ કરી છે. ફિલ્મનું બજેટ 450 કરોડની આસપાસ છે. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2022ના રોજ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : નેટફ્લિક્સ શો ‘કૉલ માય એજન્ટ’: ફિલ્મી હસ્તીઓની આવી મજાક!

આ પણ વાંચો :બોકસરે જ્હોન અબ્રાહમની ફાડી નાંખી હતી છાતી, વાત સાંભળી અમિતાભ બચ્ચન થયા સ્તબ્ધ

આ પણ વાંચો :જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરનો રોમેન્ટિક ફોટો આવ્યો સામે, મની લોન્ડરિંગ કેસ થશે નવો ખુલાસો