Covid-19 / દેશમાં નવા કેસનો આંકડો એકવાર ફરી 1 લાખ પાર

  • દેશમાં કોરોનાનો કહેર નોનસ્ટોપ
  • છેલ્લાં 24 કલાકમાં સવા લાખનો ચાંદલો
  • 24 કલાકમાં 1.26 લાખ નવા કેસ
  • અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક
  • એક્ટિવ કેસનો આંક 9 લાખને પાર
  • 24 કલાકમાં વધુ 677 નાગરિકોના મોત

કોરોના વાયરસની નવીનતમ તરંગ હવે પાયમાલ કરી રહી છે. અગાઉના તમામ રેકોર્ડ તોડીને બુધવારે દેશમાં 1.25 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારોના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 126315 નવા કેસ નોંધાયા છે. જ્યારે 684 લોકોનાં મોત નીપજ્યાં છે.

બેઠક / PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક , કોરોનાની સ્થિતિ અને પગલાંની સમીક્ષા

છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે દેશમાં એક દિવસમાં આવતા કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. આ પહેલા મંગળવારે 1.15 લાખ કેસ આવ્યા હતા, એટલે કે લગભગ 2.40 લાખ કેસ ફક્ત બે દિવસમાં આવ્યા છે. દેશમાં બુધવારે નોંધાયેલો નવો કોરોનાનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક છે. એક્ટિવ કેસનો આંક 9 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 677 નાગરકોનાં મોત થયા છે.

વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ જ કારણ છે કે વેક્સિનની માંગ વધી છે. મળી રહેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ પાસે વેક્સિનનો સ્ટોક માત્ર થોડા દિવસો પુરતો છે, કેટલાક કેન્દ્રો પાસે વેક્સિન જ નથી. વારાણસીમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વેક્સિન ન હોવાને કારણે લોકોને પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ, કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે વેક્સિનની કમી નથી. આ જ કારણ છે કે કોરોના સંકટની વચ્ચે, વેક્સિન વિશેની ચિંતા દૂર કરવાની જરૂર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery