Not Set/ આતંકીઓએ કરી પોલીસકર્મી અને ભાજપના કાર્યકર્તાની હત્યા, ઈદની નમાઝ બાદ કાશ્મીરમાં પથ્થરમારો

જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ઝાઝરીપોરામાં ઈદગાહની બહાર પોલીસ કર્મી એસપીઓ ફૈયાઝ એહમદ અને બીજેપીના સભ્ય શાબિર એહમદ બટની હત્યા કરવામાં આવી છે. તો બીજી બાજુ શ્રી નગરમાં બકરી ઈદની નમાજ બાદ પથ્થરમારોએ સુરક્ષા જવાનો પર પથ્થર મારો કર્યો હતો. Jammu and Kashmir: Shabir Ahmad Bhat, who is affiliated with the Bharatiya Janata Party […]

Top Stories India Trending

જમ્મુ કાશ્મીર,

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ઝાઝરીપોરામાં ઈદગાહની બહાર પોલીસ કર્મી એસપીઓ ફૈયાઝ એહમદ અને બીજેપીના સભ્ય શાબિર એહમદ બટની હત્યા કરવામાં આવી છે. તો બીજી બાજુ શ્રી નગરમાં બકરી ઈદની નમાજ બાદ પથ્થરમારોએ સુરક્ષા જવાનો પર પથ્થર મારો કર્યો હતો.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શાબિર એહમદ બટનો મૃતદેહ મળ્યો છે. શાબિરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાતે આતંકીઓએ ભાજપના જિલ્લાધ્યક્ષ શાબિરનું અપહરણ કરી લીધું હતું.

જણાવીએ કે પઠાણના રહેવાસી શાબિર 2014માં ભાજપની ટિકિટ પર પણ ચૂંટણી પણ લડ્યાં હતાં. 2017માં પણ આતંકીઓએ ભાજપના યૂથ પ્રેસિડેન્ટનું શાપિયાંથી અપહરણ કરીને તેનું મોત નીપજાવ્યું હતું. જેના થોડા દિવસ પછી તેનો મૃતદેહ પણ મળ્યો હતો.

આ સાથે કેટલાક પથથરબાજોએ પાકિસ્તાનો અને આઈએસઆઈએસનો ઝંડો લહેરાવતા જોવા મળ્યા હતા. સુરક્ષા જવાનોએ પથ્થર બાજોને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો છે. પરિણામે હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા સુરક્ષા જવાનો અને પથ્થરમારો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે.