સાવરકુંડલા/ સરકારના દબાણ અને આદેશથી અમને ધરણાં પૂર્ણ કરવા દીધા નથી : કોંગ્રેસી ઉપપ્રમુખ

કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા પરંતુ ધરણાં સ્થળે પોલીસ પહોંચી હતી અને ધરણાં દરમિયાન પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી

Gujarat Others
ધરણાં

સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીને લઈને વિરોધ દર્શાવવા ધરણાં કરવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન અધૂરું જ રહ્યું હતું. દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી, સીએનજી, પીએનજી, એલપીજી, પેટ્રોલ-ડીઝલ તેમજ દૂધ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓમાં સતત ભાવવધારો થતાં સરકાર સામે રોષ વ્યક્ત કરવા સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા પરંતુ ધરણાં સ્થળે પોલીસ પહોંચી હતી અને ધરણાં દરમિયાન પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી અને કોંગ્રેસના ધરણા થઈ શક્યા નહોતા.

આ ધરણાં અંગે વાત કરતા અમરેલી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હસુભાઈ સુચકે જણાવ્યું હતું કે, અમે સરકાર સામે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય ખાદ્ય સામગ્રીમાં વધતા જતા ભાવને લઈને વિરોધ કરવા માટે ધરણાં કરતા હતા પરંતુ સરકારના દબાણ અને આદેશથી અમને ધરણાં પૂર્ણ કરવા દીધા નથી. ધરણાં દરમિયાન જ અમારી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉપપ્રમુખ હસુભાઈ સુચકે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર ભરનિંદ્રામાં હોય એવું દેખાય છે. જ્યાં સુધી સુરતથી કે દિલ્હીથી આદેશ આવતો નથી ત્યાં સુધી ગુજરાતની સરકાર ઊંઘમાં હોય એમ જ લાગે છે. પદાધિકારોને શરમ આવવી જોઈએ કે ગુજરાતની જનતા હેરાન પરેશાન થાય છે પરંતુ તેઓ કશું કરી રહ્યા નથી. ધારાસભ્યો ખરીદો અને સરકાર બનાવવાની નીતિ બંધ કરીને જનતાના સુખ સુવિધા વિશે વિચાર કરવામાં આવે તો સારું. ગુજરાતની જનતા આ સરકારનો મોંઘવારીનો માર સહન કરી રહી હોવાનું પણ જિલ્લા ઉપપ્રમુખ સુચકે ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાનીચૂંટણીમાં અગાઉના અનેક રેકોર્ડ તોડવા માટે ભાજપે કેટલાક સમય પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે સંગઠનઆત્મક રીતે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હોય તેવું ઠેરઠેર જોવા મળી રહ્યું છે. વર્તમાન સમયમાં કોંગ્રેસની તૈયારી મોંઘવારીના મુદ્દે જ આક્રમક દેખાવ કરવાની જોવા મળી રહી છે પરંતુ વિરોધપ્રદર્શન દરમિયાન કેટલાક વિક્ષેપ થતા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહયા છે. સરકાર કોંગ્રેસને વિરોધ કરતાં રોકી રહી હોવાના સૂર સાંભળવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર અખિલેશ યાદવે કહ્યું, જો આ જ સ્થિતિ રહી તો ડિસેમ્બર સુધીમાં ભાવ 275 રૂપિયા થશે

આ પણ વાંચો :લીંબુના ભાવ વધારે મન કર્યું ખાટું, 200 રૂપિયા કિલોએ પહોંચ્યો રેટ

આ પણ વાંચો : સરકારે ખેડૂતો પાસેથી આંદોલનનો બદલો લીધો, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરીને ગુડ મોર્નિંગની ભેટ આપી: કોંગ્રેસ

આ પણ વાંચો :ઈમરાન પરના સંકટમાં આ ત્રણ મહિલાઓની ચર્ચા કેમ થઈ રહી છે ?