છેલ્લા કેટલાક વર્ષોમાં, ક્રિકેટનાં સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોનાં વર્તનને કારણે ક્રિકેટની રમત શરમજનક સ્થિતિમાં આવી ગઈ છે. જેમાં ઘણીવાર ખેલાડીઓ પર વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ચાહકોએ ફરિયાદ કરી હતી, તેમને વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે લોર્ડ્સનાં મેદાન પર રમાઈ રહેલી શ્રેણીની બીજી મેચનાં ત્રીજા દિવસે, રમતનાં પ્રથમ સત્ર દરમિયાન કેટલાક અંગ્રેજી ચાહકોએ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા લોકેશ રાહુલ પર શેમ્પેઈનનાં ઢાંકણ વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો – Cricket / ભારતને U19 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ક્રિકેટરે લીધો સંન્યાસ,ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળવાથી નિરાશ

આ પણ વાંચો – Cricket / લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ
અહેવાલો અનુસાર, ભારતીય ટીમે આ ઘટના અંગે ઓન-ફિલ્ડ અમ્પાયરને પણ ફરિયાદ કરી છે. બીજી બાજુ, લોકેશ રાહુલની વાત કરીએ તો તેણે આ ટેસ્ટ મેચમાં 129 રનની ઈનિંગ રમી ટીમની પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. રાહુલે પોતાની ઇનિંગ્સ દરમિયાન ઘણી ધીરજ બતાવીને કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. લોકેશ રાહુલ ઉપરાંત રોહિત શર્માએ પણ આ મેચમાં 83 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમ મેચમાં પોતાની પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવી શકી હતી. ત્રીજા દિવસે, પ્રથમ સત્રની રમતનાં અંત સુધીમાં, ઈંગ્લેન્ડે પણ 3 વિકેટે 216 રન બનાવી પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

