fake news/ સુપ્રીમ કોર્ટે વેબ પોર્ટલ અને યુટયુબ પર ફેલાતા ફેંક ન્યુઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે  સવાલ કર્યો કે ખાનગી ન્યૂઝ ચેનલોના એક વિભાગમાં બતાવવામાં આવતા સમાચારોમાં સાંપ્રદાયિકતા છે. દેશ બદનામ જઈ રહ્યો છે.

Top Stories
સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે નિયમનકારી તંત્રની ગેરહાજરીમાં વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલો પર ફેલાતા ફેંક ન્યુઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વેબ પોર્ટલ પર કોઈપણ પ્રકારની જવાબદારી વગર સામગ્રી આપવામાં આવી રહી છે. તેઓ કંઈપણ પ્રસારિત કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ દેશમાં દરેક વસ્તુ કોમી દ્રષ્ટિકોણથી બતાવવામાં આવે છે.મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાની આગેવાની હેઠળની ખંડપીઠ જમીયત ઉલેમા-એ-હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં કેન્દ્રને મરકઝ નિઝામુદ્દીન ખાતે ધાર્મિક મેળાવડાને લગતા ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે કડક પગલાં લેવાની માંગણી કરી હતી. આ માટે જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ના  ખંડપીઠે સવાલ કર્યો કે ખાનગી ન્યૂઝ ચેનલોના એક વિભાગમાં બતાવવામાં આવતા લગભગ સમાચારોમાં સાંપ્રદાયિકતા છે. આખરે આ દેશ બદનામ થવા જઈ રહ્યો છે. શું તમે ક્યારેય આ ખાનગી ચેનલોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે? સોશિયલ મીડિયા માત્ર શક્તિશાળી અવાજો જ સાંભળે છે અને કોઈપણ જવાબદારી વગર ઘણી વસ્તુઓ ન્યાયાધીશો, સંસ્થાઓ વિરુદ્ધ લખવામાં આવે છે.

ખંડપીઠે કહ્યું કે વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલોમાં ફેંક ન્યુઝ પર કોઈ નિયંત્રણ નથી. જો તમે યુટ્યુબ પર જાઓ છો, તો તમે જોશો કે કેવી રીતે ફેક ન્યૂઝ સરળતાથી ફેલાય છે અને કોઈપણ યુટ્યુબ પર ચેનલ શરૂ કરી શકે છે.

મોટું નિવેદન / ઉત્તરપ્રદેશમાં ચૂંટણી બાદ કેન્દ્રીય નેતૃત્વ અને ધારાસભ્યો નક્કી કરશે કોણ બનશે મુખ્યમંત્રી : કેશવ પ્રસાદ મૌર્ય

કોરોનાની નવી ગાઈડલાઈન્સ / પંજાબ રાજય માં લોકોને RTPCR રિપોર્ટ વગર પ્રવેશ નહીં મળી શકે

પંજાબમાં ઘમાસાન / પ્રભારી હરીશ રાવતે કહ્યું કે પંજાબમાં ઓલ ઇઝ નોટ વેલ…..

મહામારીનો ડર / કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક