Not Set/ વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 18.77 કરોડ, ભારતની સ્થિતિમાં સુધાર

ભારતમાં કોરોનાવાયરસનો કહેર હજુ પૂરી રીતે ગયો નથી. બીજી લહેર શાંત ભલે થઇ ગઇ હોય પરંતુ તેને ઠીલાશમાં લઇ શકાય તેમ નથી.

Top Stories Trending

વૈશ્વિક સ્તરે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 18.77 કરોડ સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 40.48 લાખથી વધુ લોકો આને કારણે મૃત્યુ પામ્યા છે. દરમ્યાન, અત્યાર સુધીમાં વિશ્વભરનાં 349.47 કરોડથી વધુ લોકોને કોરોના સામે વેક્સિન આપવામાં આવી છે.

એન્કાઉન્ટર / જમ્મુ કાશ્મીરનાં પુલવામા સેક્ટરમાં એન્કાઉન્ટર, અજાણ્યા આતંકીઓ ઠાર

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વનાં 192 દેશો અને પ્રદેશોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18 કરોડ 77 લાખ 42 હજાર 713 થઈ ગઇ છે, જ્યારે 40 લાખ 48 હજાર 18 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓએ આ મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોના વાયરસની ગતિ થોડી ધીમી પડી છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3.39 કરોડથી વધી ગઈ છે અને 6.07 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત વિશ્વમાં બીજા અને મોતનાં મામલે ત્રીજા સ્થાન પર છે. ચેપગ્રસ્તની સ્થિતિમાં બ્રાઝિલ હવે ત્રીજા સ્થાને છે. દેશમાં ફરીથી કોરોના સંક્રમણનાં કેસો વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં 1.91 કરોડથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જ્યારે 5.35 લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલ કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં વિશ્વમાં બીજા ક્રમે છે. ફ્રાન્સ ચેપનાં મામલામાં ચોથા ક્રમે છે. જ્યાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 58.82 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 1.11 લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રશિયામાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 57.62 લાખને વટાવી ગઈ છે અને તેના સંક્રમણનાં કારણે 1.42 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તુર્કીમાં કોરોનાથી પ્રભાવિત સંખ્યા 54.93 લાખને વટાવી ગઈ છે અને 50,324 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

વાલીઓની વધી ચિંતા / રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

દેશમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

ભારતમાં કોરોનાવાયરસનો કહેર હજુ પૂરી રીતે ગયો નથી. બીજી લહેર શાંત ભલે થઇ ગઇ હોય પરંતુ તેને ઠીલાશમાં લઇ શકાય તેમ નથી. સમગ્ર વિશ્વમાં હવે અલગ-અલગ વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ હવે ડેલ્ટા બાદ કપ્પા વેરિઅન્ટનો પ્રવેશ થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કેસોની રોજ પુષ્ટિ થાય છે અને આ રોગથી મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમ્યાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના મહામારીનાં 38,792 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 624 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,09,46,074 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,11,408 પર પહોંચી ગયો છે. દેશમાં તાજેતરમાં એક્ટિવ કેસોની સંખ્યા 4,29,946 છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 41,000 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે બાદ અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,01,04,720 થઈ ગઈ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 38,76,97,935 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 37,14,441 લોકોને વેક્સિન આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, ગઈકાલે દેશમાં કોરોના વાયરસ માટે 19,15,501 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયુ હતુ. અત્યાર સુધીમાં કુલ 43,59,73,639 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.