water level/ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી પ્રથમવાર 137.00 મીટરે નોંધાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.જેના લીધે નર્મદા બંધની જળ સપાટી આજે વિક્રમી સપાટી 137  મીટરે નોધાઇ છે

Top Stories Gujarat
  • હાલ પાણીની આવક – 1,01,566 ક્યુસેક
  • 5 દરવાજા ખોલીને 10,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું.
  • રીવરબેડ પાવરહાઉસમાંથી 42,943 ક્યુસેક પાણીની જાવક.
  • કુલ નદીમાં જાવક – 52,943 ક્યુસેક રહેશે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.જેના લીધે નર્મદા બંધની જળ સપાટી આજે વિક્રમી સપાટી 137  મીટરે નોધાઇ છે.  હાલમાં પાણીની આવક 1,01,566 ક્યુસેક છે. જેના લીધે ડેમના પાંચ દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.રીવરબેડ પાવર હાઉસમાંથી 42 ,943 કેયુસેક પાણીની જાવક છે. કુલ નદીની જાવક 52,943 ક્યુસેક રહેવાની શક્યતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં ચોમાસુ ખુબ સારૂ રહ્યું છે જેના લીધી ડેમની સપાટી આ સ્તરે પહોંચી છે. પહેલીવાર જળની સપાટી 137 મીટરે પહોંચી છે .ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સત્વરે 5 દરવાજા ખોેલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. પહેલીવાર આ જળ સપાટી ડેમમાં નોંધાઇ છે.