Crime/ ફરિયાદ કરવા પહોંચી મહિલા, તો SI ત્રણ દિવસ સુધી કરતો રહ્યો બળાત્કાર, આ રીતે થયો ખુલાસો

રાજસ્થાનના અલવરથી એક શરમજનક માહિતી સામે આવી છે. અહીં એક મહિલા ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનના એસઆઈએ સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે જ આરોપી એસઆઈની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસ માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે. એક તરફ જ્યાં મહિલા દિવસ […]

India

રાજસ્થાનના અલવરથી એક શરમજનક માહિતી સામે આવી છે. અહીં એક મહિલા ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનના એસઆઈએ સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે જ આરોપી એસઆઈની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસ માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે.

એક તરફ જ્યાં મહિલા દિવસ આખા વિશ્વમાં ઉજવાયો હતો, ત્યારે બીજી તરફ રાજસ્થાન પોલીસના એસઆઈની આ હરકત સામે આવી છે.

Teen raped for three months in Khunti district - Telegraph India

આ રાજ્યના મોટા શહેરમાં ફરીથી લાગી શકે છે નાઇટ કર્ફ્યૂ

મળતી માહિતી મુજબ, અલવર જિલ્લાના ઘેડલી પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર ભરતસિંહની ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષની મહિલાએ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની જાણ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે 2 માર્ચે તેના પતિ સાથેના વિવાદ બાદ મહિલા મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યા તેની છેડતી કર્યા બાદ એસઆઈએ ત્રણ દિવસ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા પહેલા ફરિયાદ લઈને આગળ આવી શકી નહીં પરંતુ પાછળથી તેણે નિર્ણય કર્યો. પોલીસ અધિકારીઓના મતે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પહેલા દુષ્કર્મ, બાદમાં ગર્ભપાતની આપી ગોળી, રસ્તા વચ્ચે જ કિશોરીને ફેંકી દીધી

પોલીસે જણાવ્યું હતું કે મહિલાનો તેના પતિ સાથેનો સંબંધ બગડ્યો હતો અને તે દહેજ મામલે પોલીસની મદદ માંગવા આવી હતી. આ ઘટનાના ખુલાસા બાદ વિસ્તારના લોકો કહે છે કે આવી સ્થિતિમાં કોઈ મહિલા પોલીસ સ્ટેશન જવાની હિંમત કેવી રીતે કરી શકે. તેની સાથે તો અન્યાય થઈ રહ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પણ એએસઆઈ પર બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જો કે, આ કેસમાં આરોપીની ધરપકડ હજી થઈ નથી.