theft/ ગરબાડા તાલુકાની માધ્યમિક શાળામાં ચોરી

ગરબાડા તાલુકાના શહેરી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં આમ અવારનવાર ચોરી લૂંટફાટની ધટનાઓ બન્યા કરે છે ત્યારે પોલીસે માટે પણ આ ભેદ ઉકેલવો પડકાર રૂપ છે.

Gujarat Others

ગરબાડા તાલુકા સહીત ગ્રામ્ય પંથકમાં ચોરીના બનાવો વધ્યા છે.  ગરબાડા તાલુકાની માધ્યમિક શાળામાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગરબાડામાં માધ્યમિક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા.  શુક્રવારની રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ માધ્યમિક શાળાને ટાર્ગેટ બનાવી બંધ ઓરડામાં તાળા તોડી ને ચોરી કરી તસ્કારો ફરાર થયાં હતા.

શાળામાં રહેલા ઇલેક્ટ્રોનિક સમાનને તસ્કારોએ નિશાન બનાવ્યો હતો. જેમાં સાત પંખા, કોમ્પ્યુટર સહિતની ચોરી કરી તસ્કારો ફરાર થયાં હતા. વરસતા વરસાદનો ફાયદો ઉઠાવી તસ્કારો એ હાથ ફેરો કાર્યો હતો.

સમગ્ર ઘટનાને ધ્યાને લઈ ગરબાડા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના સ્થળે ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગરબાડા તાલુકાના શહેરી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં આમ અવારનવાર ચોરી લૂંટફાટની ધટનાઓ બન્યા કરે છે ત્યારે પોલીસે માટે પણ આ ભેદ ઉકેલવો પડકાર રૂપ છે.