અમદાવાદ/ કામસૂત્ર નામની બુકમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ લગાવી આગ, આ છે મુખ્ય કારણ

બજરંગ દળના કન્વીનર જવલીત મહેતા અને અન્ય કાર્યકરોએ કામસૂત્ર નામનું આ પુસ્તક અમદાવાદના એસજી હાઇવે પર અક્ષાંશ નામની પુસ્તકની દુકાનની…

Ahmedabad Gujarat
કામસૂત્ર

અમદાવાદમાં બજરંગ દળ દ્વારા કામસૂત્ર નામના પુસ્તકને આગ લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બજરંગ દળના કન્વીનર જવલીત મહેતા અને અન્ય કાર્યકરોએ કામસૂત્ર નામનું આ પુસ્તક અમદાવાદના એસજી હાઇવે પર અક્ષાંશ નામની પુસ્તકની દુકાનની બહાર સળગાવ્યું હતું. બજરંગ દળનો આરોપ છે કે ‘કામસૂત્ર’ના નામે આ પુસ્તકમાં હિન્દુ દેવી -દેવતાઓના ફોટાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહને કોબ્રાએ ડંખ માર્યો….

બજરંગ દળના કન્વીનર જવલીત મહેતા દ્વારા પુસ્તક સાથે એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ સાથે, પુસ્તક વેચનારને પણ ધમકી આપવામાં આવી છે કે આ દરમિયાન દુકાનની બહાર પુસ્તક સળગાવી દેવામાં આવ્યું છે, જો આ પુસ્તકનું વેચાણ ચાલુ રહેશે તો દુકાનની સાથે પુસ્તકો પણ સળગાવી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત એક ચોપડીમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગદળને મળી હતી. જેથી ઉત્તર ગુજરાત પ્રાંતના બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદના એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ચોપડી ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા.

આ પણ વાંચો :કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો

હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોને લઈ હિંદુ ધર્મની લાગણી દુભાવતાં બજરંગદળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહારજ તે ચોપડીને સળગાવી ઉગ્ર વિરોધ કર્યો. અને સાથેજ તમામ બુક સ્ટોલધારકોને ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં આ ચોપડીનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સાથે દુકાન પણ સળગશે.

કામુક અને ઉત્તેજિત કરતા ચિત્રો /શિલ્પ -સ્થાપત્ય.

 આપને જણાવી દઈએ કે, ‘કામસૂત્ર’ એ ઋષિ વાત્સ્યાયન રચિત ગ્રંથ છે.રાજસ્થાનના દુર્લભ કહી શકાય  તેવા કામુક, ભાવ-ભંગિમા સભર ચિત્રો સાથે ખજૂરાહો,કોનાર્ક સહિતના શિલ્પ સ્થાપત્ય પણ કામસૂત્ર થી જ પ્રેરિત છે.કહેવાય છે કે, વાત્સ્યાયને બ્રહ્મચર્ય અને પરમ સમાધિના સહારે કામસૂત્રની રચના ગૃહસ્થ જીવન નિર્વાહ  માટે કરી હતી.વિશ્વભરની કેટલીય ભાષાઓમાં આ ગ્રંથનો અનુવાદ પણ થયો છે.

આ પણ વાંચો : લોકશાહી ખતમ કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે નીતિન પટેલ : કોંગ્રેસ તેના ભરતસિંહ સોલંકી

આ પણ વાંચો :અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે

આ પણ વાંચો : Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું