રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા સતત આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને નાયબ મુખ્યમંત્રીના નિવેદન ઉપર ઘેરા પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યા છે. એક પછી એક કોંગ્રેસ ના નેતાઓ નાયબ મુખ્યમંત્રી ના નિવેદન ઉપર પ્રત્યાઘાત આપી રહ્યા છે.
હવે કોંગ્રેસ નેતા ભારત સિંહ સોલંકીએ પણ એક પત્રકાર પરિષદમાં નીતિન પટેલને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, ડે.સીએમ બંધારણીય ફરજ અદા કરવા બંધાયેલા છે. 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. અને પોતાની હાર જોતા ભાગલા પડાવી રાજ કરવાની નીતિનભાઈએ શરૂઆત કરી છે. અનેક લોકોએ દેશમાં રાજ કર્યું છે. તમામ ધર્મના લોકો થકી રાજ ચલાવવામાં આવ્યું છે. લોકશાહી ખતમ કરવા નીતિન પટેલ એલફેલ નિવેદનો આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યાં હતા. આ ધર્મસભાને સંબોધન કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત કરશે. જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું જ પૂર્ણ થઇ જશે. દેશમાં કોઇ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે. દેશની બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે.
જો કે આજે ફરી નીતિન પટેલના આ નિવેદન ચર્ચામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નીતિન પટેલમાં નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, નીતિનભાઇએ ભવિષ્ય જોઇ વાસ્તવિકતાનું વર્ણન કર્યુ છે. અફઘાનિસ્તાનની સરકાર તુટતા તાલિબાનોએ કબજો લીધો છે. અને પુરી દુનિયામાં તેની અસર જોવા મળી છે. નીતિન પટેલે અગમચેતીરૂપે વાત કરી છે. અને હું તેમની સાથે સંમત છું.
નીતિન પટેલના આ નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ધાર્મિક આધાર પર દેશને વિભાજિત કરવાની માનસિક્તા ધરાવતું તેમનું આ નિવેદન દુ:ખદ છે. ભાજપ અને સંઘ મુસ્લિમ લીગ સાથે મળીને એક વખત દેશના ભાગલા પડાવી ચૂક્યા છે.
આરોગ્ય સાથે ચેડા / શું તમે પણ ગાંઠિયાના શોખીન છો તો સાવધાન, અહીં ગાંઠિયામાં મળી આવ્યો કપડા ધોવાના સોડા
નવા નિયમો / સરકારે વાહન નોંધણી માટે નવી ભારત શ્રેણી BH માર્ક રજૂ, જાણો તેના ફાયદા શું છે
