Not Set/ પોતાની ગર્લફ્રેન્ડને ખુશ રાખવા યુવકે અપનાવ્યો આ રસ્તો, પોલીસે તેનો પ્લાન બગાડ્યો

ફિલ્મો જોઈ જોઈ ને પોતાની ગર્લફ્રેન્ડ સામે કરોડપતિ ઘર નો છોકરો દેખાવા માટે કેટલાક યુવાનો પ્રયાસ કરતા હોય છે પણ આ ઇમ્પ્રેસ વાળા લફડા માં ક્યારે ગુનો કરી બેસે છે તેનું તેને ભાન રહેતું નથી આવાજ એક કિસ્સા માં એક યુવાને પોતાની પ્રેમિકા પાછળ ખર્ચ કરવા માટે 25 જેટલા વાહનોની ચોરી કરી આદત બનાવી દેનારા […]

Ahmedabad Gujarat

ફિલ્મો જોઈ જોઈ ને પોતાની ગર્લફ્રેન્ડ સામે કરોડપતિ ઘર નો છોકરો દેખાવા માટે કેટલાક યુવાનો પ્રયાસ કરતા હોય છે પણ આ ઇમ્પ્રેસ વાળા લફડા માં ક્યારે ગુનો કરી બેસે છે તેનું તેને ભાન રહેતું નથી આવાજ એક કિસ્સા માં એક યુવાને પોતાની પ્રેમિકા પાછળ ખર્ચ કરવા માટે 25 જેટલા વાહનોની ચોરી કરી આદત બનાવી દેનારા રીઢા વાહનચોરને અમદાવાદ ના વટવા જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે.

વિગતો મુજબ સર્વેલન્સ કોન્સ્ટેબલ ભરતસિંહ અને વિજયસિંહને બાતમી મળી હતી કે, એક યુવાન વાહનો ની ચોરી કરી મોટા ખર્ચા કાઢી રહ્યો છે જે અંગે પોલીસે ખરાઈ કર્યા બાદ વોચ ગોઠવી આરોપી અસ્લમ ઉર્ફે છોટુ અનવરભાઈ શેખ (ઉં. 23, ઇસ્લામનગર, સુંદરમનગર, રખિયાલ)ને ઝડપી લીધો હતો. અસ્લમે કબૂલ્યું હતું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ માટે ગમે ત્યાંથી વાહનોની ચોરી કરી લેતો હતો. તે દર વખતે અલગ અલગ એક્ટિવાની ચોરી કરતો હતો. અત્યાર સુધીમાં અસ્લમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કુલ 25 એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આરોપી પાસેથી આઠ એક્ટિવા કબજે કર્યાં હતાં, જે પૈકી વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી 3, બાપુનગરમાંથી 1, શાહીબાગમાંથી 2, ખોખરામાંથી 1 અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 એક્ટિવાની ચોરી કર્યાનું તપાસમાં ખૂલ્યું છે. આમ ફિલ્મો જોઈ શોર્ટ રસ્તે પૈસા બનાવવા જતા અને છોકરી પાછળ પૈસા ઉડાવવાનું યુવાન ને ભારે પડ્યું હતું.