પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર કાજલ સિંહાનું મોત કોવિડ-19 ચેપને કારણે થયું છે. કાજલ બંગાળની ખારદા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર હતા, જ્યાં 22 એપ્રિલે મતદાન થયું હતું.
જાગ્યા ત્યારથી સવાર / હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ
કોરોનાને કારણે પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા કાજલ સિંહાનું મોત થયું છે. આ ચૂંટણીમાં તેઓ ખારદા વિધાનસભા બેઠક પરથી ટીએમસીનાં ઉમેદવાર હતા. 21 એપ્રિલે કાજલ સિંહાને કોલકાતાની આઈડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આપને જણાવી દઈએ કે, 22 એપ્રિલે ખારદા વિધાનસભા બેઠક માટે મતદાન થઇ ચુક્યુ છે. રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે એક ટ્વીટ મારફતે કાજલ સિંહાનું કોરોનાનાં કારણે મોત થયુ હોવાની જાણકારી આપી હતી.
Very, very sad. Shocked. Kajal Sinha, our candidate from Khardaha, succumbed to Covid.He dedicated his life to serving people & just fought a tireless campaign. He was a long-serving committed member of @AITCofficial. We will miss him. My condolences to his family & his admirers
— Mamata Banerjee (@MamataOfficial) April 25, 2021
મોટા સમાચાર / દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન
કાજલ સિંહાને પ્રથમ વખત ટીએમસી દ્વારા ખારદા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળનાં નાણામંત્રી અને ટીએમસીનાં વરિષ્ઠ નેતા અમિત મિત્રા 2011 થી આ બેઠક પરથી ધારાસભ્ય છે. પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર વિધાનસભા બેઠક પરથી RSP (Revolutionary Socialist Party) નાં ઉમેદવાર પ્રદીપ નંદીનું 16 એપ્રિલનાં રોજ અવસાન થયું હતુ. કોરોનામાં ચેપ લાગ્યો હોવાના થોડા દિવસ પહેલા તેમને મુર્શિદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દિવસ પહેલા મુરશીદાબાદની સમરસેરગંજ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર રિઝાઉલ હકનું નિધન થયું હતું. તેઓને કોરોના ચેપ પણ લાગ્યો હતો. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

