Happy Mothers Day/ કાળે જુદા પાડ્યા પણ આજે દીકરી તેની માતાની મૂર્તિ બનાવી રોજ કરે છે પૂજા

દરરોજ માતાને શણગાર કરીને તૈયાર કરે છે, તેમને જમાડે છે,  જ્યારે જ્યારે શીતલબહેન બહાર જાય કે ઘરે પરત ફરે ત્યારે માતાના સ્ટેચુને ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે.  

Mantavya Exclusive
માતા

આજે મધર્સ ડે છે. આખી દુનિયા બતાવનાર માતા નો એક દિવસ હોય શકે જ નહિ. તેની તો આખી જિંદગી હોય. જીવનનો દરેક દિવસ માતા નો જ હોય છે પરંતુ એક દિવસ એવો હોય જ્યારે આપણે દરેક દિવસોની યાદને વાગોળી શકીએ. એક દિવસની અનોખી રીતે ઉજવણી કરી શકીએ અને એક દિવસ માતા સાથેનો વધુ ખાસ બનાવી શકીએ. આ માટે આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં આજે મમતા દિવસની ઉજવણી અવનવી રીતે થઇ રહી છે ત્યારે જુનાગઢમાં પણ એક દીકરીએ તેની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા જુદી જ રીતે આ દિવસની ઉજવણી કરી છે. જુનાગઢની આ દીકરીની મધર્સ ડે સેલિબ્રેટ કરવાની રીત અન્યને પ્રેરણા આપે તેવી છે.

માતા

જૂનાગઢમાં રહેતી શીતલે તેની માતાનું માતાનું સ્ટેચ્યુ બનાવીને ઘરમાં રાખ્યું છે અને રોજ મધર્સ ડે ઉજવવાની કોશિશ કરે છે. શીતલ અને તેમની માતાનો પ્રેમ વાસ્તવમાં પ્રેરણાદાયી છે. માતા પુત્રી વચ્ચે પ્રેમ તો હોય જ છે, પરંતુ જૂનાગઢના જોશી પરિવારમાં માતા પુત્રીનો અનોખો પ્રેમ છે. જેમાં માતાના મૃત્યુ પછી પણ પ્રેમમાં અને માતા પુત્રીના સંબંધમાં વધારો થતો જોવા મળે છે. ઉપર ફોટોમાં જોઈ શકાય છે એ મૂર્તિ હીરાબેન પ્રદીપભાઈ જોશીની છે. હીરાબેન એક વર્ષ પહેલાં આ દુનિયા છોડીને પરલોક ચાલ્યા ગયા છે પરંતુ તેમની પુત્રી શીતલ જોશીએ માતાનું સ્ટેચ્યુ બનાવ્યું છે અને તેની યાદમાં. શીતલ દરરોજ  હીરાબેન સાથે વાતો કરે છે.  એટલુજ નહીં દરરોજ માતાને શણગાર કરીને તૈયાર કરે છે, તેમને જમાડે છે,  જ્યારે જ્યારે શીતલબહેન બહાર જાય કે ઘરે પરત ફરે ત્યારે માટેના સ્ટેચુને ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે.

 

માતા

મંતવ્ય સાથે કરેલી ખાસ વાતચીતમાં શીતલે જણાવ્યું હતું કે, મારા માતાનું ભલે અવસાન થયું પરંતુ તેનો આત્મા અમારા વચ્ચેજ છે. તેવો અહેસાસ થાય છે. અમારા માટે તો કાયમ મધર્સ ડે છે. હાલમાં ઘણા યુવાનો માતાની અવગણના કરીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે એ બાબતથી ઘણો આઘાત લાગે છે. જેને આપણું સર્જન કરવામાં આખી જાત ખર્ચી નાખી તેને આપણે કેમ છો એવા બે શબ્દો બોલવાને બદલે વારેઘડીએ અપમાનજનક કટુ વચનો બોલીએ ત્યારે માનું હદય હચમચી જાય છે. જો સુખી રહેવું હોય તો મા-બાપનો આદર કરવો જોઈએ.

આ પણ વાંચો : માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતી પહેલી ગુજરાતી દીકરીને મળો