Not Set/ પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભીડ,  હૈયેહૈયું દળાય તેવી જનમેદની ઉમટી

દિવાળીની રજાઓ નિમીતે લોકો કોરોનાને ભુલી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળોએ ઉમટી પડયા હતા. ભવનાથ ગિરનાર સાસણ, સક્કરબાગ સહિતના સ્થળે લોકોની ભીડ જોવા મળી છે.

Top Stories Gujarat Others

કોરોના કાળમાં ઘરમાં પૂરી રહેલા ગુજરાતીઓએ હવે આ દિવાળી ઉપર ઉલ્હાસભેર ઉજવણી કરી છે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો ઉપર ભારે ભીડ જોવા મળી હતી. રાજ્યમાં કોરોના કેસમાં ભારે ઘટાડો નોધાતા રાજ્ય સરકાર દ્વારા પણ દિવાળીના તહેવારમાં છૂટ આપવામાં આવી હતી. જેના પગલે દિવાળી, નવા વર્ષ અને શનિ-રવિની રજાના દિવસોમાં લોકોએ વિવિધ સ્થળો ઉપર પીકનીક માનવતા જોવા મળ્યા હતા. હાલ રાજ્યના મોટાભાગના પ્રવાસન સ્થળો હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે.

યાત્રાધામ પાવાગઢ

યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મી હતી. ગુજરાતી નવવર્ષના પ્રથમ રવિવારે યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો ઉમટયા હતા. મંદિર પરિસર સાથે સીડીઓ પર જ અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. જો કે ખાનગી વાહનોને માચી પર લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચાપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ જોવા મળ્યા હતા.

અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો. દિવાળી બાદ માદરે વતનથી લોકો પરત ફરી રહ્યા છે. છે. એસટી બાદ રેલ્વેમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં લોકો રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છે.અન્ય રાજ્યોના મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. તો દિવાળીની રજાઓમાં ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાં ફરવા માટે મોટી સંખ્યામાં જતા હોય છે.

દ્વારકા

દ્વારકા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ ધામે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રજાના દિવસમાં લોકો મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે પહોચ્યા હતા. હરસિદ્ધિ માતાજીના મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અને માતાજીના મંદિરે લોકોએ આરતીનો લ્હાવો લીધો હતો. લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી.

તો સાથે દેવભૂમિ દ્વારકા એટલેકે દેવોની ભૂમિ માનવામાં આવે છેત્ય પણ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દેવોની ભુમિપર આવ્યું હતું. દેવોની ભૂમિપર આવેલા ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી. તહેવારનું મિનિ વેકેશન હોવાથી લોકો દર્શનાર્થે પહોચ્યા હતા.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ભીડ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી નર્મદા જિલ્લામાં 2 દિવસમાં જ 1 લાખ જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. દિવાળીની રજાઓ માણવા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની ભીડ ઉમટી છે. કેવડિયાની આસપાસ અલગ-અલગ જોવાલાયક અને માણવા લાયક 21થી વધુ પ્રોજેક્ટો આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે.

આબુ

દિવાળીની આ રજાઓમાં માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓથી ઊભરાઈ જાય છે. આબુમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હોટેલ-રિસોર્ટમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આબુમાં લાભપાંચમ સુધી 200થી વધુ હોટેલના બૂકિંગ હાઉસફુલ થયા છે. મુસાફરોનો ધસારો જોઈને હોટલ સંચાલકોએ પણ રૂમના ભાડા વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે

જુનાગઢ

દિવાળીની રજાઓ નિમીતે લોકો કોરોનાને ભુલી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળોએ ઉમટી પડયા હતા. ભવનાથ ગિરનાર સાસણ, સક્કરબાગ સહિતના સ્થળે લોકોની ભીડ જોવા મળી છે. કોરોના કાબુમાં આવતા જ પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢના સાસણમાં પ્રવાસીઓનો મેળો જોવા મળ્યો છે. દિવાળીના તહેવારની રજાને લઈને પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે.  ખાસ કરીને સફારી પાર્કમાં સિંહોને જોવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકોનો પણ ધસારો જોવા મળ્યો છે. વેકેશનની મજા માળવા માટે પ્રવાસી કુદરતના સાનિધ્યમાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ સાસાણમાં જંગલી પ્રાણીઓની જોવાની મજા પણ લેતા પણ જોવા મળ્યા છે.