ચંદીગઢ થી હિસાર સુધીની એર ટેક્સી સેવા મકરસક્રાંતિના શુભ પ્રસંગે શરૂ કરવામાં હતી. તેનું ઉદ્ઘાટન કરતાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે ચંદીગઢ એરપોર્ટથી હિસાર જવા એક એર ટેક્સીને રવાના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આજનો દિવસ રાજ્ય માટે વિશેષ દિવસ છે. તેમણે કહ્યું કે યોગાનુયોગે આજે મકર સક્રાંતિ છે અને આજે હિસારની એર ટેક્સીનો પ્રથમ તબક્કો એરપોર્ટથી શરૂ કરવામાં આવ્યો છે.
ઉત્તરાયણ / પંરપરા જાળવી રાખતા ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી …
મુખ્યમંત્રીએ કહ્યું કે તેમાં 4 લોકો સવાર થઈ શકશે અને હિસારની યાત્રા માત્ર 45 મિનિટની હશે. તેમણે કહ્યું કે, આગામી તબક્કામાં, તે 18 જાન્યુઆરીએ હિસારથી દહેરાદૂન અને 23 જાન્યુઆરીએ ત્રીજા તબક્કામાં હિસારથી ધર્મશાળા સુધી પણ શરૂ થશે. એર ટેક્સીઓ ખાનગી ટેક્સીઓ તરીકે બુક કરાવી શકાય છે, તેમના દરો અલગ હશે.
Wow! / રામ સેતુ ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો તેનું રાજ હવે …
તેમણે કહ્યું કે ચંદીગઢથી હિસાર સુધીની એક એર ટેક્સીને 1755 રૂપિયા ચુકવવા પડશે, જે ઓનલાઇન બુકિંગ બુક કરાવી શકાય છે. આ એર ટેક્સી કેન્દ્ર સરકારની યોજના હેઠળ ચાલશે, જેમાં કેન્દ્ર તરફથી થોડી રાહત પણ મળશે.
Donation / માત્ર 20 મહિનાની ઘનિષ્ઠા મૃત્યુ બાદ પણ આ રીતે 5 લોકોને જીવનદ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…