Not Set/ અમદાવાદના મકરબામાંથી બે કાશ્મીરી યુવક ચરસ સાથે ઝડપાયા,દોઢ લાખનું ચરસ જપ્ત

મેટ્રો સીટી અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બે કાશ્મીરી યુવકો ચરસ સાથે ઝડપાયા છે.સરખેજ પોલીસે આ કાશ્મીરના બે યુવકો પાસેથી 990 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે

Top Stories Gujarat

અમદાવાદના મકરબામાંથી પકડાયો ચરસનો જથ્થો
બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયા
સરખેજ પોલીસે બંનેની કરી ધરપકડ
આરોપીઓ પાસેથી દોઢ લાખનું ચરસ ઝડપી પાડ્યું
પોલીસે 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું
સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સ મામલે હોટ સ્પોટ બન્યો છે. અવાર નવાર ચરસ,ડ્રગ્સ,હેરોઇન, સહિત અનેક પ્રકારના નશીલા પદાર્થો પકડાયે છે આજે ફરી એકવાર અમદાવાદમાંથી ચરસ પકડાયો છે.મેટ્રો સીટી અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બે કાશ્મીરી યુવકો ચરસ સાથે ઝડપાયા છે.

સરખેજ પોલીસે આ કાશ્મીરના બે યુવકો પાસેથી 990 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે.આ ચરસની બજાર કિમત દોઢ લાખથી વધુ છે. ,પોલીસે હાલ બન્ને યુવકોને ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કાશ્મીરી યુવકો સ્થાનિક લોકો સાથે કેટલા સમયમાં સંપર્કમાં હતા અને કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે હાલ બન્ને યુવકોને પકડ્યા છે