અમદાવાદ/ સાણંદ રેથલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા

અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે   સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Ahmedabad Gujarat

  રાજય માં દિવસે ને દિવસે  અકસ્માતના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ઘણી વાર  અકસ્માત ખુબ ભયાનક  હોય છે જેમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારેં આજે  અમદાવાદ ના સાણંદ ના  નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે  ભયંકરઅકસ્માત થયો  હતો . જેમાં છકડાના ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર અને છકડો ટકારતા છકડાંના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકનું ઘટનાસ્થળે જ જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે   સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતા સાણંદ GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છકડામાં 15 જેટલા શ્રમિકો ભર્યા હતા. એક છકડામાં આટલી મોટી સંખ્યામાં લોકોને બેસાડ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસને જન થતા જ ઘટના પર જઈને આગળ તપાસ હાથ ધરી છે .