– સમગ્ર પાટડી નગર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું
પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ ડી.પરીખ 73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં ધ્વજ વંદન કાર્યક્રમ કરવાના છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર પાટડી નગરને રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. જેમાં પાટડી નગરપાલિકા કચેરી, પાટડી પોલિસ સ્ટેશન, સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓ અને પાટડી ચાર રસ્તે ગાંધીજીના બાવલેથી વિરમગામ તરફ, ખારાઘોડા તરફ, બેચરાજી તરફ અને સુરેન્દ્રનગર તરફ રોડની બંને બાજુ રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.
આવતી કાલે 73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પાટડીની શ્રી સુરજ મલજીના ઐતિહાસિક મેદાન પર નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ ડી.પરીખ ધ્વજવંદન કરી સલામી આપશે. બાદમાં ભારતમાતાનું પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા કોરોનાના પગલે નગરજનોને કોરોનાને લગતી સરકારી ગાઇડલાઇનનું પાલન, ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની પાટડી નગરજનોને અપીલ કરવામાં આવી છે. ત્યારે 73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર પાટડી નગરને રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.
