Ashes series/ ઈંગ્લેન્ડ સામે ઉસ્માન ખ્વાજાની ધમાકેદાર બેટિંગ, ચોથી મેચની બન્ને ઇનિંગમાં ફટકારી સદી

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે.

Sports
ઉસ્માન ખ્વાજા

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે. તેણે પ્રથમ ઇનિંગમાં પણ 137 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ડાબા હાથનાં બેટ્સમેનને ટ્રેવિસ હેડનાં સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે, જે કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા તેણે બીજી ઇનિંગમાં પણ 131 બોલમાં 10 ચોક્કા અને 2 છક્કાની મદદથી સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો – IPL / કોરોનાનાં વધતા કેસ IPL 2022 ઈવેન્ટ માટે બન્યો મોટો ખતરો, આ શહેરમાં થઇ શકે છે ટૂર્નામેન્ટ

ઓસ્ટ્રેલિયન ટીમમાં ઉસ્માન ખ્વાજાનું વાપસી એક સ્ટોરી જેવી છે. ત્રણ વર્ષ પછી રાષ્ટ્રીય ટીમમાં વાપસી અને પછી તક મળતા જ તેણે પોતાને હીરો સાબિત કરી દીધો છે, તેણે ચોથી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. ડાબા હાથનાં બેટ્સમેને ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કર્યું છે અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બન્ને ઇનિંગમાં સદી ફટકારી છે. ખ્વાજાએ પ્રથમ ઇનિગમાં 137 અને બીજી ઈનિંગમાં અણનમ 101 રન બનાવ્યા હતા. ખ્વાજાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 265/6 પર ડિકલેર કર્યો હતો અને ઈંગ્લેન્ડ સામે 388 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ઓગસ્ટ 2019 પછી તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઉસ્માન ખ્વાજાએ એશિઝ શ્રેણીની ચોથી મેચની પ્રથમ ઇનિંગમાં 260 બોલમાં 137 રન બનાવ્યા હતા. 2019 એશિઝ શ્રેણી દરમિયાન, ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જે બાદ ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં રમાઈ રહેલી એશિઝ શ્રેણીની ચોથી મેચની બન્ને ઈનિંગમાં સદી ફટકારી છે.

આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ કેપ્ટન માટે 2022 ની શરૂઆત ખરાબ, ડોન બ્રેડમેનની કરી બરાબરી

આ પહેલા પ્રથમ ઇનિંગમાં, ઉસ્માનની સદી પૂરી થતાં જ સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર ખ્વાજાની પત્ની રશેલ મેક્લેલન અને પુત્રી આયેશા રાહિલ ખ્વાજા ઉત્સાહિત થઈ ગયા હતા. ખ્વાજાની દીકરી માત્ર દોઢ વર્ષની છે. ખ્વાજાએ આ ઇનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પણ પૂરા કર્યા હતા. તેણે 260 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 13 ચોક્કા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં આઠ વિકેટે 416 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજા સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. ખ્વાજા સિવાય સ્ટીવ સ્મિથે 67 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ખ્વાજાની આ 9મી સદી છે.