World Cup 2023/ પાકિસ્તાની મહિલા એન્કરને હિંદુ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવી મોંઘી પડી

પાકિસ્તાનની જાણીતી સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસ તેની ભૂતકાળની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કાનૂની મુશ્કેલીમાં છે.

Trending Sports

પાકિસ્તાનની જાણીતી સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસ તેની ભૂતકાળની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કાનૂની મુશ્કેલીમાં છે. ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ICCની કોમેન્ટેટર્સ લિસ્ટમાં સામેલ આ મહિલા પત્રકારની અગાઉની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવામાં આવી હતી. હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ પર કરવામાં આવેલી આ તપાસ સાચી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ સાવચેતીના પગલા તરીકે ઝૈનબે ઉતાવળમાં ભારત છોડવું પડ્યું હતું. હાલમાં તે દુબઈમાં છે. ઝૈનબે આ આરોપોને નકારી કાઢ્યા છે. જોકે, આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

 

હિંદુ વિરોધી અને ભારત વિરોધી ટ્વિટ

ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ વિનીત જિંદલે ઝૈનબ વિરુદ્ધ સાયબર ફરિયાદ દાખલ કરી છે. 35 વર્ષીય એન્કરના અગાઉ ટ્વિટર એકાઉન્ટમાંથી કથિત જૂની પોસ્ટ્સ, જેને ‘હિંદુ વિરોધી’ અને ‘ભારત વિરોધી’ માનવામાં આવતી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. વકીલનો આરોપ છે કે આ વાંધાજનક ટ્વીટ લગભગ નવ વર્ષ પહેલા પોસ્ટ કરવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયામાં શું ચાલી રહ્યું છે?

સામ ટીવી અનુસાર, ઝૈનબે પોતાના બચાવમાં દલીલ કરી છે કે આ ટ્વિટ્સ ઘણા વર્ષો જૂના છે અને તેની વર્લ્ડ કપ કોમેન્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી, તેથી તેને ભારતમાંથી દેશનિકાલ ન કરવો જોઈએ. હાલમાં ઝૈનબ અબ્બાસ દુબઈમાં છે. અસલમાં, ઝૈનબ અબ્બાસે આ ટ્વિટ્સ ત્યારે કરી હતી જ્યારે ટ્વિટર પર તેનું યુઝરનેમ zainblowsrk હતું. હવે તેઓએ તેને બદલીને ‘જબ્બાસ ઓફિશિયલ’માં અપડેટ કર્યું છે.

લીગલ નોટિસમાં શું લખ્યું છે?

એડવોકેટ અને સામાજિક કાર્યકર વિનીત જિંદાલે હિન્દુ આસ્થા અને માન્યતા વિશે અપમાનજનક ટિપ્પણી અને ભારત વિરોધી નિવેદનો બદલ ઝૈનબ વિરુદ્ધ દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની નકલ સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિનીતે આઈપીસીની કલમ 153A,295,506,121 અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે.


આ પણ વાંચો :Team India/ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરતી જોવા મળી, કોહલીને મળ્યો ખાસ એવોર્ડ

આ પણ વાંચો :IND vs AUS 2023/ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત બાદ સચિન તેંડુલકરે કર્યું ટ્વિટ, આ અંગે વ્યક્ત કર્યું આશ્ચર્ય

આ પણ વાંચો :WorldCup2023/ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી આપી કરારી હાર ,કોહલી અને રાહુલની શાનદાર બેટિંગ