Team India/ ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરતી જોવા મળી, કોહલીને મળ્યો ખાસ એવોર્ડ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તેની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું.

Trending Sports
YouTube Thumbnail 53 1 ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરતી જોવા મળી, કોહલીને મળ્યો ખાસ એવોર્ડ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તેની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું. આ જીત બાદ તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા અને ડ્રેસિંગ રૂમમાં હસતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. મેચમાં ભારતની બોલિંગ સારી રહી હતી, તો ફિલ્ડરોએ પણ જોરદાર કરી હતી. જે બાદ ફિલ્ડિંગ કોચે BCCI તસફથી કોહલીને સ્પેશિયલ બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપ્યો હતો.

કોહલીએ ચેમ્પિયન પોઝ આપ્યો

BCCI દ્વારા bcci.tv પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં ભારતીય ખેલાડીઓ હસતા જોવા મળે છે. બાદમાં ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ બીસીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી વસ્તુ વિશે બધાને જણાવે છે. વાસ્તવમાં બોર્ડે મેચમાં જોરદાર ફિલ્ડિંગ કરનાર ખેલાડીને ખાસ મેડલ આપવાનો નિર્ણય કર્યો છે.

ભારત ઓસ્ટ્રેલિયા મેચમાં ઘણા ખેલાડીઓએ શાનદાર ફિલ્ડિંગ કર્યું હતું, જેમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી ફિલ્ડિંગ કોચના કહેવા પ્રમાણે કોહલીનું પ્રદર્શન પ્રશંસનીય હતું. આવી સ્થિતિમાં તેણે આ ચમકતો મેડલ વિરાટને આપ્યો. કોહલીને મેડલ મળતાની સાથે જ તે આતુરતાથી તેને મેળવવા માટે આગળ વધ્યો. આ પછી વિરાટે હાથ ઊંચા કરીને મેડલ મોઢામાં લીધો અને ચેમ્પિયન પોઝ પણ આપ્યો.

વિરાટે માર્શનો કેચ પરડ્યો હતો

આ મેચમાં ભારતીય સ્ટાર વિરાટ કોહલી મેદાનમાં ઘણો સક્રિય જોવા મળ્યો હતો. સ્લિપમાં ઉભો હતો ત્યારે કોહલીએ પહેલી જ ઓવરમાં મિશેલ માર્શનો શાનદાર કેચ લીધો હતો. વિરાટ પાછળની તરફ વળ્યો અને ડાઇવ પણ કર્યો. બધા આ જોતા જ રહ્યા. માર્શ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો અને બુમરાહનો શિકાર બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરતી જોવા મળી, કોહલીને મળ્યો ખાસ એવોર્ડ


આ પણ વાંચો: Explained/ ઈઝરાયલ પર હુમલો કરનાર ‘હમાસ’ શું છે? તેના નેતાઓ કોણ છે અને ક્યાથી મદદ મળે છે?

આ પણ વાંચો: IND Vs AUS 2023/ ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત બાદ સચિન તેંડુલકરે કર્યું ટ્વિટ, આ અંગે વ્યક્ત કર્યું આશ્ચર્ય

આ પણ વાંચો: Hamas Effect/ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર, બજાર ખૂલતાની સાથે જ ગગડ્યું, સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો