- હિમતનગર પોલીસ મથકમાં કેક કાપી ઉજવણી
- B ડિવિઝન પોલીસ મથકમાં કેક કાપી કરી ઉજવણી
- PSIની ગેર હાજરીમાં તેની ચેમ્બરમાં ઉજવણી
- પાલીકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓ રહ્યા હાજર
- ફોટો સોશ્યલ મીડિયામાં થયા વાયરલ
હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ભાજપની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જ્યારે પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર નહોતા ત્યારે આ મહિલા કાર્યકર્તાઓ દ્વારા ચેમ્બરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હિંમતનગર પાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતની મહિલા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાને લઈને મહિલા કાર્યકર્તાઓ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
