તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ડૉક્ટર ગાયનું છાણ ખાતા જોવા મળી રહ્યા છે. આ ડૉક્ટરનું નામ મનોજ મિત્તલ છે, જે કરનાલનાં રહેવાસી છે. MBBS ડૉક્ટર મનોજ મિત્તલ છેલ્લા ઘણા સમયથી ગૌમૂત્ર પીવે છે અને ગાયનું છાણ ખાય છે. ગાયનું છાણ ખાવા પાછળ ડૉક્ટર મનોજ મિત્તલે અનેક દલીલો પણ આપી છે.
આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં
ગાયનાં છાણને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને આ કારણે તેને પૂજામાં સામેલ કરવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં ઘણી જગ્યાએ ચૂલા પર રસોઈ બનાવતી વખતે બળતણ તરીકે ગાયનાં છાણનો ઉપયોગ કરવામાં આવે છે, તો કેટલાક લોકો પોતાના ઘરમાં સફાઈ માટે ગાયનું છાણ લગાવે છે, પરંતુ છાણ ખાવાની વાત થતી નથી. જો તમે કોઈને ગાયનું છાણ ખાવાનું કહેશો તો તે કાં તો તમારાથી ગુસ્સે થઈ જશે અથવા તો તમને પાગલ સમજશે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કે જે પોતે એક ડોક્ટર છે તે ગાયનું છાણ ખાતા જોવા મળી રહ્યા છે અને તે લોકોને આ ખાવા માટે પણ કહે છે. ડૉક્ટર કહે છે કે, દરરોજ એક ચમચી ગાયનું છાણ ખાવાથી વ્યક્તિનું મન અને શરીર બન્ને શુદ્ધ બને છે. વીડિયોમાં જે વ્યક્તિ ગાયનું છાણ ખાતો દેખાઈ રહ્યો છે તે વ્યવસાયે ડૉક્ટર છે અને તે હરિયાણાનાં કરનાલ જિલ્લાનો રહેવાસી છે, તેમનું નામ ડૉક્ટર મનોજ મિત્તલ છે, જે બાળરોગ નિષ્ણાત છે. ડૉ. મિત્તલ માને છે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર અમૃત સમાન છે. તેમના મતે, ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ કારણ કે તે દરેક રીતે ભારતીઓનું પોષણ કરે છે. ગાય ખરેખર માતા છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હિંસક પ્રાણી ન હોવું જોઈએ, પરંતુ આ ગૌરવ એવા પ્રાણીને મળવું જોઈએ જે માતાની જેમ લોકોની સંભાળ રાખે છે. તેઓ માને છે કે ગાયમાંથી આવતા પંચદ્રવનો દરેક ભાગ સમગ્ર માનવ જાતિ માટે અમૃત છે.
https://twitter.com/RoflGandhi_/status/1460559424813080577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1460559424813080577%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Fbizarre%2Fvideo-of-cow-dung-eating-doctor-goes-viral-says-women-should-eat-for-normal-delivery-649043.html
વીડિયોમાં ડોક્ટર મિત્તલ એ પણ કહી રહ્યા છે કે ‘તેમની માતા એકાદશીનાં વ્રત પર ગાયનું છાણ ખાતા હતા. ગાયનું છાણ મહિલાઓનાં ગર્ભાશયને પણ શુદ્ધ કરે છે, તેથી જે ગર્ભવતી મહિલા તેને ખાય છે તેને અંદરથી શક્તિ મળે છે અને તેની નોર્મલ ડિલિવરી થશે અને તેને સિઝેરિયનની જરૂર નહીં પડે. ડૉક્ટર મિત્તલ કહે છે કે, ‘ગાયનાં છાણમાં 28 ટકા ઓક્સિજન હોય છે જે તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે. ડૉક્ટર મિત્તલનો આ વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ અંગે ખૂબ જ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
