આજે દુનિયામાં કેટલાક લોકો શ્વાનને પાળવાનો ખૂબ જ શોખ રાખે છે, પરંતુ શ્વાનને પાળવો એટલો આસાન પણ નથી. ઘણીવાર લોકો શ્વાનને પાળવા માટે ઘરે તો લાવે છે પરંતુ તેની સાચવણી કરી શકતા નથી. આવી સ્થિતિમાં લોકો ક્યારેક એવુ પણ કરી બેસે છે જે સાંભળ્યા બાદ તમે કે કોઇ પણ ગુસ્સાથી લાલચોડ થઇ જાય. આજે અમે તમને એક એવા શખ્સ અને તેના શ્વાન વિશે જણાવી રહ્યા છે.
આ પણ વાંચો – Viral Video/ પર્વતોની વચ્ચે ક્રિકેટ રમતા પોલીસકર્મીએ લગાવ્યા ચોક્કા અને છક્કા
આપને જણાવી દઇએ કે, લોકો શ્વાનને પાળે તો છે. પરંતુ શ્વાનને પાળ્યા બાદ દરેક વ્યક્તિ તેને ઘરનાં સભ્યની જેમ જ રાખે તે જરૂરી હોતું નથી. સામાન્ય રીતે એવા સમાચારો વાયરલ થતા રહે છે કે જેમાં રોડ પર લાવારીસ હાલતમાં શ્વાનો દેખાયા હોય તેવી વાત સામે આવે છે. પરંતુ અમે તમને જે શ્વાન વિશે જણાવવા જઇ રહ્યા છે, તેના માલિકે કઇંક એવુ કર્યુ કે, સાંભળી તમે પણ ગુસ્સેથી લાલચોડ થઇ જશો. સોશિયલ મીડિયા પર એક શ્વાન અને તેના માલિકનો એક ઈમોશનલ વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે. ભારતીય વન વિભાગનાં ઓફિસર સુધા રમને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સુમસાન હાઈવે પર શૂટ કરવામાં આવ્યો હતો. આમા એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરા સાથે ગાડીમાંથી ઉતરે છે. બાદમાં તે પોતાના કૂતરાને રોડનાં છેડે લઈ જઈને તેના ગળાનો પટ્ટો કાઢી લે છે. વીડિયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે, આ પાલતુ શ્વાન આ વ્યક્તિનું જ હતું.
What a cruelty it is to abandon one's pet 💔
While the owner faces charges for such a cruel act, the pet has found a new home now.https://t.co/g9r0T2smTV
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) August 26, 2021
આ પણ વાંચો – Viral Video/ પોપટ મોબાઇલ લઇને ઉડી ગયો, ચાલુ હતો કેમેરો અને પછી જે રેકોર્ડ થયુ, જુઓ વીડિયો
શ્વાનનાં ગળામાંથી પટ્ટો કાઢ્યા બાદ શખ્સ તેને લાવારીસ હાલતમાં હાઈવે પર જ મૂકીને ભાગી જાય છે. શ્વાન લાંબા સમય સુધી કારની પાછળ-પાછળ દોડે છે પરંતુ તે વ્યક્તિનું હ્યદય જરા પણ પીગળતું નથી. તે એકવાર પણ પાછો વળીને પોતાના શ્વાન સામે જોતો નથી. ટ્વિટર પર આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
તમે આ શખ્સ વિશે શું વિચારો છો, કોમેન્ટ કરી અમને તમારું મંતવ્ય જણાવી શકો છો.
