Viral video/ ફેસબુક લાઇવ દરમિયાન ભયાનક પ્લેન ક્રેસ થવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયો

આજથી આશરે 1 વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2023 ના રોજ નેપાળમાં પોખરા ઇન્ટરનેશનલ એરર્પોટ પર ઉતરથી વખતે એક પ્લેન ક્રેશ થયુ હતુ,

India Videos

આજથી આશરે 1 વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2023 ના રોજ નેપાળમાં પોખરા ઇન્ટરનેશનલ એરર્પોટ પર ઉતરથી વખતે એક પ્લેન ક્રેશ થયુ હતુ, જેમાં પ્લેન્માં બેઠેલા લોકોમાં 4 ક્રુ મેમ્બર સહીત 72 યાત્રીઓએ પોતાની જિંદગી ઘુમાવી હતી. પ્લેન ક્રેસ થયુ તે પહેલા પ્લેનમાં સવાર સોનુ નામનો એક ભારતીય યુવક ફેસબુક પર લાઇવ હતો. અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સોનુના ફેસબુક લાઇવ દરમિયાન ભયાનક લોકોનો ચીખવાનો અવાજ આવે છે. અને ફ્લાઇટ એક બાજુ ઝુકી જાય છે. યુવાન કઇ જણાવે એ પહેલા કેમેરામાં ઘુમાડો દેખાય છે અને ચારે બાજુ આગ દેખાવા લાગી હતી. આ ફેસબુક લાઇવ જોવાવાળા લોકોને થોડા સમય સુધી કઇ સમજાયુ જ ના કે આખરે થયુ શું ? પણ જ્યારે સોનુના મોબાઇમાં ફેસબુક લાઇવના દરમિયાન લોકોને લાઇવમાં ઘુમાડો દેખાયો અને લોકોના ચીખવાનો અવાજ આવ્યો ત્યારે લાઇવ જોવા વાળા લોકોની પગ નીચેથી જમીન ખસી ગઇ.

વાઇરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન યેતી એરલાઇન્સની ATR72 ફ્લાઇટ હતી. જાણકારી મુજુબ વિમાન એરપોર્ટ પર લેન્ડ થાય એ 10 સેંકન્ડ પહેલા આ ક્રેશ થઇ ગયુ હતુ. આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. અને આવો જ બીજો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ફ્લાઇટ નીચે પડતા નજરે પડે છે. આ વીડિયો નેપાળના એક શખ્સે તેમના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં એવુ લાગી રહ્યુ છે કે પ્લેન કોઇક મકાન સાથે ટકરાઇ જશે. પણ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ કે આ પ્લેન આ મકાનોથી દુર ખાઇમાં જઇને પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક