Agneepath Scheme/ દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે અગ્નિવિરો માટે કોણે કરી નોકરીની જાહેરાત ?

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના બહાર પાડી જેને લઈને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે,યુવાઓ રસ્તા પર ઉતારી આવ્યા છે અને 4 વર્ષ બાદ નોકરી માટે શું કરવું જેને લઈને સરકાર પાસે રજૂઆત કરી રહ્યાં છે ત્યારે ખાનગી સંસ્થાઓ આગળ આવી છે અને નોકરી આપવાની જાહેરાત કરી છે.હવે બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા આગળ આવ્યું છે અને કેટલીક જાહેરાત કરવામાં આવી છે

Top Stories India
અગ્નિપથ

અગ્નિપથ યોજના હેઠળ સરકારે ફોર્સમાં ભરતી માટે જાહેરાત કરતા જ હોબાળો મચી ગયો અને દેશના અનેક ખૂણે એ માંગ ઉઠી કે 4 વર્ષ બાદ ફોર્સમાં જોડાયેલો યુવા શું કરશે.જેને લઈને અનેક ખાનગી સંસ્થાઓ સામે આવી અને યુવાઓને સમજાવવા પ્રયાસ શરુ કર્યો હતો હવે દેશનું બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા સામે આવ્યું અને તેમના દ્વારા આ અગ્નિવિરોને જોબ ઓફર કરી છે.નિવૃત્તિ બાદ આ યુવાઓને નોકરી માટે પહેલો પ્રેફ્રેન્સ આપવામાં આવશે.

આ એસોસિએશનની દેશભરમાં 200 જેટલી બ્રાંચ છે.જેમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા લાખોની સંખ્યામાં ઉદ્યોગપતિ છે.જેમના મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેમના દ્વારા અગ્નિવિરોને નોકરી માટે પ્રાયોરીટી આપવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે બિલ્ડર એસોસીએશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ નિમેષ પટેલે જણાવ્યું હતું કે કન્સ્ટ્રકશનને લગતા અનેક મોટા પ્રોજેક્ટના કામ ચાલતા હોય છે જેમાં સિવિલ મીકેનીકલ એન્જીનીયરીંગ ડ્રાઈવર સિક્યુરીટી ગાર્ડ સ્ટોર કીપર સહિતના હોદ્દા પર વિશ્વાસુ અને ડીસીપ્લીન વાળા લોકો જો સંભાળે તો ઘણી રાહત મળે સાથે જ આ લોકોને નોકરી પણ મળી શકે છે એટલે આગામી સમયમાં આવા અગ્નિવિરોના બાયોડેટા આધારે અને ફોર્સમાં ક્યાં વિભાગમાં કામ કરેલું છે જેના આધારે તેમને સ્થાન આપવામાં આવશે દેશભરમાં 200 સ્થાનો પર અંદાજે 1 લાખ નોકરીની જગ્યા ઉભી થશે.

આમ બિલ્ડર એસોસિએશનની આ પહેલ આવકારદાયક છે અને આગામી સમયમાં આ રીતે જો અન્ય સંસ્થાઓ આગળ આવે તો દેશભરમાં બેરોજગારી પર કાબુ મેળવવામાં સરળતા રહે સાથે જ અગ્નિવિરોનો વિરોધ પણ શાંત થઇ શકે છે.

આ પણ વાંચો:કન્હૈયાનું ગળું કાપવામાં ભૂલ ન થાય એ માટે રિયાઝ-ગૌસે આ રીતે કરી હતી પ્રેક્ટિસ

આ પણ વાંચો: કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે

આ પણ વાંચો:મલેશિયા ભારત પાસેથી તેજસ ફાઈટર જેટ ખરીદવા ઉત્સુક, ચીન અને રશિયાના વિમાનોને આપી રહ્યું છે ટક્કર