છેલ્લા આઠ મહિનાથી કોરોનાની કપરી પરિસ્થિતિ નો સામનો આમ આદમી થી માંડી અને ધનાઢ્ય લોકો પણ કરી રહ્યા છે, આ સમયમાં બેરોજગારી અને મંદી ઉપરાંત ઓફિસમાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. તેની સામે બહોળા પ્રમાણમાં લોકો ખાનગી કે સરકારી નોકરી પર આધારિત છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી બેરોજગારી સહિતના મુદ્દાઓ તેમજ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત વેતન ધારામાં સુધારો થવા જઈ રહ્યો છે.
KBC 12 / ….એ લોકો એ મારો હાથ પકડ્યો અને …એ પછી ચાલુ ટ્રેન…
આગામી એપ્રિલથી અમલમાં આવી રહેલા નવા વેતનધારામાં એક તરફ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના ફાળામાં વધારો થશે અને સોશ્યલ સિકયોરીટી મજબૂત બનાવવા માટે નિવૃતિ સમયે પી.એફ.ની રકમ વધુ મળશે તો ગ્રેચ્યુઈટીની રકમ પણ વધશે. કારણ કે કર્મચારીઓનો બેઝીક પગાર પણ વધી રહ્યો છે પણ સરકારે જે નવો કાનૂની મુત્સદો તૈયાર કર્યો છે તેમાં કામકાજના કલાકો 12 કલાક સુધી વધારવાનો પ્રસ્તાવ છે.
Hunger / કોરોના કાળમાં આટલા ટકા લોકોએ રહેવું પડ્યું ભૂખ્યા… ગતિ…
આ ઉપરાંત હાલના કાયદામાં કર્મચારી 30 મીનીટથી ઓછી કામગીરી કરે તો તે ઓવરટાઈમની વ્યાખ્યામાં આવતું નથી પણ કામના કલાકો પછી હવે 15 મીનીટથી વધુ કામ કરવાનું પણ ઓવરટાઈમની વ્યાખ્યામાં આવશે. કર્મચારી પાસે એક ધારુ પાંચ કલાકથી વધુ કામ લઈ શકાશે નહી અને પાંચ કલાકની કામગીરી બાદ ઓછામાં ઓછા અડધો કલાકની રીસેશ કે આરામ ફરજીયાત બનશે. જો કે 12 કલાકની કામગીરી એ સ્વૈચ્છીક હશે અને કર્મચારીને તેની ફરજ પાડી શકાશે નહી.
CHIN / LAC નું એક તરફી ઉલ્લંઘન કરવાની ડ્રેગનની નાપાક હરકત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
