વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા વોટ બેંક પર ફોકસ કરવા આગળ વધી રહ્યા છે અને આ યુવા વોટ બેન્ક નરેન્દ્ર મોદીની ફેન ફોલોઅર્સ છે.જેના આધારે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આગામી ચૂંટણીમાં અનેક એવી સીટો હશે. જેમાં હારજીત યુવાનો દ્વારા જ નક્કી કરવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર જ છે, અને ગુજરાતમાં મોદીના નામે જ ભાજપને સૌથી વધુ મત મળે છે, ખાસ કરીને ગુજરાતમાં 60 લાખથી વધુ મતદારો નવા ઉમેરાયા છે,તેમાં પણ 44 લાખ તો 18થી 23 વર્ષ ના યુવા મતદારો નોંધાયા છે, આ મતદારોને રીઝવવા માટે ગુજરાત ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીનો યુવા કનેક્ટ કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં યુવા વોટ બેંક પર ફોકસ કરવા આગળ વધી રહ્યા છે જેના માધ્યમથી ચૂંટણીમાં ઐતિહાસિક જીતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આગામી ચૂંટણીમાં 50ટકાથી વધુ સીટોનું પરિણામ યુવાનો દ્વારા જ નક્કી કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ આ ચૂંટણીમાં 45 લાખ મતદારો એવા છે કે, જે પ્રથમ વખત મતદાન કરશે. આ યુવાનોને આકર્ષવા માટે વડાપ્રધાન સીધી જ વાત કરી શકે છે. આ પ્રયાસ અનુસંધાને સંગઠન સક્રિય થઇ ચુક્યું છે.આ યુવા મતદારો ચૂંટણીમાં નિણર્યિક સાબિત થશે.આ ચૂંટણીમાં નવા 60 લાખ યુવાનો ઉમેરાયા છે. જે પૈકી 44.45 લાખ મતદારો 18 થી 23 વર્ષની વચ્ચેની ઉંમરના છે. જેના કારણે વિધાનસભાની ચૂંટણીની યુવાનોનાં મતદાનની પેટર્ન જોતા ભાજપ દ્વારા હવે આ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે.યુવાઓને આકર્ષવા માટે આગામી તા 11 સપ્ટેમ્બરે ભાજપ યુવા દિને યુવા સંમેલનનું આયોજન કરશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ યુવાનોને એકત્ર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ખાસ હાજર રહે તેવી પુરી શક્યતા છે.વિધાનસભા ચૂંટણી અગાઉ કુલ 60 લાખ નવા મતદારો નોંધાયા છે,. જે પૈકી 44 લાખથી વધારે તો માત્ર યુવાનો જ છે. જે પૈકી 21.15 લાખ યુવાનો અને 23.30 લાખથી વધારે યુવતીઓ છે. અને આ તમામનો ઉંમર વર્ગ 18 થી 23 વર્ષ વચ્ચેનો છે.
આ પણ વાંચો: નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા
આ પણ વાંચો:ગુજરાતની પાલિકા-પંચાયતમાં મહિલા અનામત બાદ OBC અનામત બેઠકો વધશે?
