Surat News/ દક્ષિણ ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે લાઈટ ગઈ, સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગૂલ, ટોરેન્ટની ઓફિસે લોકો દોડી આવ્યા

આકરી ગરમીમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગૂલની ઘટની બની છે, લોક ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકોના ટોળા એકઠાં થઈને વીજ પૂરવઠાની ઓફિસે પહોંચીને હોબાળો મચાવી રહ્યા છે.

Gujarat Top Stories Surat

Surat News : દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગૂલની ઘટના સામે આવી છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગૂલની ઘટના સામે આવી છે. ઉકાઇ TPSના 4 યૂનિટ ટ્રિપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વીજળી ગૂલની ઘટના બની છે. વીજળી ગૂલ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. DGVCL હેઠળના વિસ્તારમાં વીજળી ગૂલ થઈ છે. 400 KV સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઇ છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લાખો લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં લાઈટનો મોટો ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જેના પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. લોકોએ વીજળી ગુલ થવાના કારણો જાણવાની માગણી કરી હતી અને તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.

400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ છે, જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે.  ઉકાઇ TPSના 4 યૂનિટ ટ્રિપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું છે. જેના કારણે વીજ પુરવઠામાં ઘટાડો થયો છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર (જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો નથી. આ સમસ્યા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે, જેના કારણે તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી જેવા શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. વીજળી ગુલ થવાના કારણે હોસ્પિટલો, શાળાઓ અને અન્ય આવશ્યક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, “અમે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર (જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે અમારી ટીમ રાત-દિવસ કામ કરી રહી છે. અમે શક્ય તેટલી ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. લોકોને થયેલી અગવડતા બદલ અમે દિલગીર છીએ.”

સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે ઉદ્યોગો અને વ્યાપારી પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજળી ગુલ રહેવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવાના કારણે પાણી પુરવઠો પણ પ્રભાવિત થયો છે.રાજપીપળા શહેરમાં વીજળી ગુલ થવાના કારણે સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં કામકાજ પ્રભાવિત થયું છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળી ગુલ થવાના કારણે માછીમારી પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ છે.

વીજળી ગુલ થવાના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વૃદ્ધો અને બાળકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. પાણી પુરવઠો પ્રભાવિત થવાના કારણે લોકોએ પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. ઉદ્યોગો અને વ્યાપારી પ્રવૃત્તિઓ ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી