Surat News : સુરતના પલસાણાનાં જોળવા ખાતે લગ્નની રસમ માતમમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં રાત્રે ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ઝઘડો થતા એક મિત્રને બીજા મિત્રોએ ચાકૂના ઘા મારી દીધા હતા. ચાકૂના ઘા વાગતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. રવિ નામના યુવાનની હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
આ બનાવ જોળવા આરાધના પાસે બન્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી.
આ પણ વાંચો:LCB એ બોલાવ્યો સપાટો, કાર અને દારૂ સહિત 10.20 લાખનો મુદામાલ કબ્જે, 1ની ધરપકડ, 3 ફરાર
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દેશી દારૂનો બાર મળી આવતા ચકચાર