deesa/ સગીરાની હત્યા મામલે પ્રદીપસિંહનું નિવેદન, કહ્યું…

બળાત્કારની ઘટના મામલે દર 15 દિવસે પોલીસે લીધેલા પગલાં બાબતે રિવ્યુ કરવામાં આવે છે. બળાત્કારના કેસમાં નરાધમોને ફાંસીની સજા અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે.

Top Stories Gujarat Others
pradip sinh સગીરાની હત્યા મામલે પ્રદીપસિંહનું નિવેદન, કહ્યું...

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ 

પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં બનાસકાંઠામાં થયેલી મૂકબધિર કિશોરીની હત્યા વિશે કહ્યું હતું કે, આ મામલે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. રાજ્ય સરકાર આ મામલે સ્પેશિયલ પીપીની પણ નિમણૂંક કરશે. મહત્વનું છે કે, તાજેતરમાં જ ડીસામાં એક મૂકબધિર કિશોરીની તેના પિતરાઈ ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પિતરાઈ ભાઈએ અત્યંત નિર્દયતાથી મૂકબધિર કિશોરીની હત્યા કરી હતી. તેનાં ધડથી માથું અલગ કરીને ઝાડીમાં ફેંકી દેવાઇ હતી.

ત્યારે આ મામલે ગૃહારાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બળાત્કારની ઘટનામાં હવે સરકાર કંઈ પણ ચલાવવા માંગતી નથી. આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બળાત્કારની ઘટના મામલે દર 15 દિવસે પોલીસે લીધેલા પગલાં બાબતે રિવ્યુ કરવામાં આવે છે. બળાત્કારના કેસમાં નરાધમોને ફાંસીની સજા અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે.