Not Set/ કોરોના જંગ સામે આર્યુર્વેદિક દવા તૈયાર, ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મળી મંજૂરી

કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ICMR દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે.

Top Stories India
હર્બલ આયુર્વેદિક

કોરોના મહામારી સામે લડવા માટે હવે આર્યુર્વેદિક દવાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે  હર્બલ આયુર્વેદિક દવાને ICMR દ્વારા ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

  • હર્બલ આયુર્વેદિક દ્વારા દવા કરાઈ તૈયાર
  • ICMR દ્વારા ત્રીજા ટ્રાયલની મંજૂરી

હર્બલ આયુર્વેદિક

કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ICMR દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાને આખરે ICMR દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી આપવામાં આવી છે. ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા કોરોના સામે રક્ષણ અને કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની પ્રથમ લહેર સમયે ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો વપરાશ, કોરોના સામે રક્ષણ મેળવવા માટે શરૂ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલ કે જ્યાં કોરોના પોઝિટિવ એસીમટેમેટિક દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતા હતા એ દર્દીઓની મંજૂરી લઈને તેમની સાથે મળીને પ્રયોગની શરૂઆત કરાઈ હતી. કોરોના મહામારી સમયે અનેક પોલીસકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ ઇમ્યુરાઈઝ દવા આપવામાં આવી હતી.

ધન્વંતરી હોસ્પિટલ કે જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, ત્યાં જોડાયેલા નોન – ટીચિંગ સ્ટાફને પણ ઇમ્યુરાઈઝ દવા અપાઈ હતી. ICMR એ ત્રીજા તબક્કાની મંજૂરી આપતા હવે માર્કેટ સુધી આ દવાને પહોંચાડવાની સફર સરળ બની છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 – 4 ટેબ્લેટ લેવાની રહે છે. હાલ ટેબ્લેટ ફોર્મમાં ઉપલબ્ધ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા સિરફ ફોર્મમાં પણ તૈયાર કરાશે. દર્દીમાં ઘટેલો CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કીમોથેરાપી – રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.

launch / MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો

Technology / ટેસ્લાનો આ  રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે