America/ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનએ કોરોના રસીનો બીજો ડોઝ  મુકાવ્યો

અમેરિકા: ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનએ કોરોના રસીનો બીજો ડોઝ  મુકાવ્યો

Top Stories World
dabeli 4 ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનએ કોરોના રસીનો બીજો ડોઝ  મુકાવ્યો

અમેરિકી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને સોમવારે કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. અગાઉ ગયા વર્ષે 21 ડિસેમ્બરે, તેમણે જાહેરમાં કોરોના રસીનો પ્રહમ ડોઝ લીધો હતો. જેને ટીવી પર પણ લાઇવ બતાવવામાં આવ્યું હતું, જેથી લોકોમાં તેના વિશે જાગૃતિ ફેલાવી શકે. તે સમયે, બિડેને કહ્યું હતું કે તેઓ જાહેરમાં રસી લઈને લોકોને સંદેશ આપવા માગે છે કે જ્યારે રસી મળે ત્યારે તેઓ રસીકરણ માટે તૈયાર રહેવા જોઈએ.

Weather / ઉત્તર ભારત શીત લહેરની ચપેટમાં,  રાજસ્થાનના ઘણા ભાગોમાં યેલો …

તેમણે કહ્યું, ‘હું લોકોને કહેવા માંગુ છું કે જ્યારે રસી મળે ત્યારે તેઓએ રસીકરણ માટે સંપૂર્ણ તૈયાર રહેવું જોઈએ. ચિંતા કરવાની કંઈ વાત નથી. બિડેને ટ્વીટ કર્યું હતું કે, આજે મને કોવિડ -19 રસી મળી. વૈજ્ઞાનિકો અને સંશોધનકારોનો આભાર કે જેમણે આ શક્ય બનાવવા માટે અથાક મહેનત કરી. અમે બધા આ માટે તમારા આભારી હોઈશું. અમેરિકન લોકોને જણાવવા દઉં કે ચિંતા કરવાની કંઈ વાત નથી. હું તમને અપીલ કરું છું કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થાય ત્યારે નાગરિકોને રસી આપવામાં આવે. ‘

US President-elect Joe Biden to receive Covid vaccine on live TV | World  News – India TV

Announcement / પ્રથમ તબક્કાના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : PM મોદી…

ડેલાવેરની ક્રિસ્ટિઆના કેર હોસ્પિટલની નર્સે બિડેનને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપ્યો, જે ફાઈઝર અને બિયોંટેકએ સાથે મળીને તૈયાર કરી છે. ઓપરેશન વોર્મ સ્પીડના મુખ્ય સલાહકાર મુનસિફ સલોઇએ 20 ડિસેમ્બરે સીએનએન સ્ટેટ ઓફ ધ યુનિયન પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે સંક્રમિત થઇ ચુકેલા લોકો માટે  આ રસી સલામત છે. આ તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.

Vaccine / ‘મેડ ઇન ઈન્ડિયા’ કોરોના રસીએ વિશ્વભરમાં મચાવી ધૂ…

તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે વાયરસથી પ્રતિરક્ષા વધુ સારી નથી, અને સમયની સાથે વ્વધુ ખરાબ થાય છે. તેથી, હું માનું છું કે સાવચેત રસીકરણ એ જ  સલામત છે.  મને લાગે છે કે આ લોકોએ રસી લેવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…