Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને મળ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘હું ટોકિયો ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવું છું.

Top Stories
president રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને મળ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ રમતવીરોને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને તેમના નિવાસ સ્થાને ચા માટે આમંત્રણ આપ્યું હતું. માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ તેમના કોચ, સપોર્ટ સ્ટાફ, જે તેમની સાથે ટોક્યો ગયા હતા, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મને અત્યંત આનંદ થયો કે તમે વિજયને નમ્રતાથી સ્વીકાર્યો અને ગૌરવ સાથે હાર સ્વીકારી. હું તમને જણાવવા માંગુ છું કે 130 કરોડ ભારતીયો તમારી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને ઉત્સાહથી તમારો સાથ આપી રહ્યા હતા.રાષ્ટ્રપતિએ વધુમાં  કહ્યું કે  ખાસ કરીને અમારી દિકરીઓ પર ગર્વ છે, જેમણે ઘણા પડકારોનો સામનો કર્યા બાદ, વિશ્વસ્તરીય પ્રદર્શન કર્યું. તમે અમને કોરોના મહામારી વચ્ચે ઉજવણી કરવાની તક આપી. જ્યારે તમે કોઈ રમતમાં ભાગ લો છો, તો ક્યારેક તમે જીતી જાઓ છો અને ક્યારેક તમે હારી જાઓ છો, પરંતુ દર વખતે તમે એક નવી વસ્તુ શીખો છો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘હું ટોકિયો ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખેલાડીઓને અભિનંદન આપવા માંગુ છું. ટીમે ઓલિમ્પિકના ઇતિહાસમાં દેશ માટે સૌથી વધુ મેડલ જીત્યા છે. સમગ્ર દેશને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે.