Ahmedabad : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા સમય પહેલા યોજાઈ હતી. નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાયું હતું. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીંમાં ભાજપની વધારે બેઠકો પર જીત નોંધાઈ હતી. જેમાં નગરપાલિકાની 1682 બેઠકોનું અત્યાર સુધીમાં પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારબાદ આજે 5 માર્ચના વિજેતા થયેલા ઉમેદવારોમાંથી પસંદગી કરાઈને વિવિધ 68 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.

રાજ્યની 68 નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકાના મેયરની નિમણૂક કરવા માટે ઘણો સમય લાગ્યો ત્યારે આજે પ માર્ચે ગુજરાતની 68 નગરપાલિકાને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. જ્યારે જુનાગઢ મહનગરપાલિકાના મેયરની નિમણૂક કરવામાં આવી છે.

પ્રમુખ, ઉપપ્રમુખઓની અને મેયરની યાદી જાહેર કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

ગઈકાલે ગાંધીનગર ખાતે મંગળવારે બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખો અને ઉપપ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે(5 માર્ચે) નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂક અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણક કરવામાં આવી છે.
આ પણ વાંચો: આણંદની ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે
આ પણ વાંચોઃ ‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત સુરત શહેરમાં અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કરોડોના વિકાસ કામો કરાયા
આ પણ વાંચો: વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર! ગેરરીતિ અંગે કમિશ્નરે સોંપ્યો રિપોર્ટ
