Not Set/ રાજકોટ સરકીટ હાઉસમાં યોજી PC, ભારતે પાક. સાથે વર્લ્ડકપ ન રમવો જોઇએ: હરદિપસિંહજી પૂરી

રાજકોટ, રાજકોટના સરકીટ હાઉસમાં કેન્દ્રીયમંત્રી હરદિપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ પાકિસ્તાન સામે રોષ ઠાલવતા કહ્યુ કે, જેઓએ દેશના 44 જવાનોનો જીવ લીધો હોય તેની સાથે શું બેઠક? અને કેવી વાતચીત ? ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકપ રમવો જોઇએ જ નહીં. પાકિસ્તાન સતત આતંકી હુમલો કરી રહ્યો છે. ભારતે તેની સાથે વાતચીત અને વ્યવહારો […]

Top Stories Gujarat Rajkot
mantavya 332 રાજકોટ સરકીટ હાઉસમાં યોજી PC, ભારતે પાક. સાથે વર્લ્ડકપ ન રમવો જોઇએ: હરદિપસિંહજી પૂરી

રાજકોટ,

રાજકોટના સરકીટ હાઉસમાં કેન્દ્રીયમંત્રી હરદિપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ પાકિસ્તાન સામે રોષ ઠાલવતા કહ્યુ કે, જેઓએ દેશના 44 જવાનોનો જીવ લીધો હોય તેની સાથે શું બેઠક? અને કેવી વાતચીત ? ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકપ રમવો જોઇએ જ નહીં.

પાકિસ્તાન સતત આતંકી હુમલો કરી રહ્યો છે. ભારતે તેની સાથે વાતચીત અને વ્યવહારો બંધ કરી દીધા છે. વર્ષોથી પડોશી દેશની નીતિ રહી છે કે ભારત સાથે સતત વાતચીત કરે માટે તે ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે અને આતંકવાદી એટેક કરી વાતચીત માટે ભારતને મજબુર કરી રહ્યું છે.

ત્યારે પડોશી દેશે ભારત ઉપર હુમલો કરી મોટી ભુલ કરી છે અને એ ભુલ પાડોશી દેશને ભારી પડી શકે તેમ છે. પુલવામાના હુમલાના 100 જ કલાકમાં ભારતેએ હુમલાના માસ્ટર માઈન્ડને ઠાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશમાં થયેલા આતંકી હુમલાને તેઓએ વખોડી કાઢ્યો હતો. તેમજ સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે અને સેનાને છુટોદોર આપી દીધાનું જણાવ્યું હતું.