Gujarat Election/ વડાપ્રધાન મોદી આજે ચાર સભાઓ સંબોધશે, PMએ રાજ્યની બાગડોર સંભાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે. ગઇકાલે 4 જાહેર સભાઓ સંબોધી હતી આજેપણ ચાર ચૂંટણી સભા ગજવશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે. ગઇકાલે 4 જાહેર સભાઓ સંબોધી હતી આજેપણ ચાર ચૂંટણી સભા ગજવશે. જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવામાં ભાજપ પોતાના આ ગઢને કોઈપણ કિંમતે ગુમાવવા નથી ઈચ્છતો. ભાજપના ગઢને બચાવવાની જવાબદારી ફરી એકવાર વડાપ્રધાન મોદીએ પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. ગુજરાતમાં પીએમ મોદી એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. આ પહેલા બુધવારે પણ તેમણે ચાર સભાઓ ગજવી હતી.