Gandhinagar News: PM મોદી (PM Modi) હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે 9.45 કલાકે ગાંધીનગરમાં PM સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે જશે તેમજ શાલિન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ કરશે. PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારા લોકોને 78000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ વાવોલમાં કુલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે. જેમાં પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. અહીં આવેલી શાલિન-2 સોસાયટીમાં 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે. જેમાં PM મોદી 53 નંબરના બંગલોમાં જશે. જ્યાં તેઓ છત પર જઈને સોલાર પેનલ નિહાળશે તેમ હાલ જાણવા મળ્યું છે.
PM નરેન્દ્ર મોદી બાદમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે યોજાનાર ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (RE-INVEST) રિન્યુએબલ સમિટનો પ્રારંભ કરાવશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ લીલી ઝંડી આપીને મેટ્રો સેવા શરૂ કરશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરી સેક્ટર-1 (CH-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરશે. ગાંધીનગરમાં RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
બપોરે 3.30 કલાકે જીએમડીસીમાં સભા કરશે અને જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાનનું સ્વાગત કરશે. તેમજ બનાસકાંઠામાં બે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે.
આ પણ વાંચો:પીએમ મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ 16-17 સપ્ટે. પહેલી વખત ગુજરાત આવશે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે
આ પણ વાંચો:પાટનગરમાં યોજાશે RE-INVEST 2024 એક્સ્પો, પીએમ મોદી કરશે શુભારંભ