PM Modi Gujarat Visit/ PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે

વડસર સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Breaking News
Image 2024 09 15T082507.042 PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે

Gujarat News:  PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદમાં સાંજે 4.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી ઉતરશે. બાદમાં વડસર એરફોર્સ સ્ટેશન જશે. જ્યાં વડસર સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે.

PM નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (RE-INVEST) રિન્યુએબલ સમિટનો પ્રારંભ કરાવશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ લીલી ઝંડી આપીને મેટ્રો સેવા શરૂ કરશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરી સેક્ટર-1 (CH-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરશે. ગાંધીનગરમાં RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

બપોરે 3.30 કલાકે જીએમડીસીમાં સભા કરશે અને જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાનનું સ્વાગત કરશે. તેમજ બનાસકાંઠામાં બે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે. 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે. 17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ પણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ 16-17 સપ્ટે. પહેલી વખત ગુજરાત આવશે

આ પણ વાંચો:PM મોદીના ઘરે આવ્યા આ ખાસ મહેમાન, નામકરણ પણ કરાયું

આ પણ વાંચો:પાટનગરમાં યોજાશે RE-INVEST 2024 એક્સ્પો, પીએમ મોદી કરશે શુભારંભ