New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર (National Creators Award) એનાયત થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપી ટોચના સર્જકોનું સન્માન કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદના લોકોને કેવી રીતે ઓળખી શકાય મુદ્દે રમૂજી વાત કરી હતી.
પીએમ મોદીએ એવોર્ડ સેરેમનીમાં રસપ્રદ વાતો કરતા કહ્યું કે, મારી વાતથી કોઈને ખરાબ ન લાગે. ફક્ત તેને મજાકમાં લો. અમદાવાદના લોકોને ઓળખવા માટે તેમણેક વાર્તા સંભળાવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એકવાર ટ્રેન ઊભી રહી હતી. તેમાં બેઠેલા એક મુસાફરે સ્ટેશનનું બોર્ડ દેખાતું નહોતું દેખાતુ એટલે તેમણે પ્લેટફોર્મ પર હાજર વ્યક્તિને પૂછ્યું.
હાજર વ્યક્તે જવાબ આપ્યો કે તમે મને ચાર આના આપશો તો જ કહીશ. જેના વળતા જવાબમાં પેસેન્જરે કહ્યું કે તમે મને ના કહ્યું હોય તો પણ ખબર હતી કે આ અમદાવાદનું સ્ટેશન છે. પીએમની વાત સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમદાવાદ શહેરના લોકો કેટલા બિઝનેસ માઈન્ડેડ છે. મુસાફરી વખતે પણ તે ધંધા વિશે વિચારતો રહે છે. આ પહેલો નેશનલ ક્રિએટર એવોર્ડ છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એ વાર્તા કહેવાની, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ અને ગેમિંગમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટેના લોન્ચિંગ પેડ તરીકે એવોર્ડની કલ્પના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
