Not Set/ PM મોદી 50માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા પહોંચ્યા ઢાંકા, શેખ હસીનાએ આ રીતે કર્યું સ્વાગત 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ પર ગુરુવારે સવારે ઢાંકા પહોંચ્યા છે. અહીં તેમનું સ્વાગત બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કર્યું હતું.

Top Stories World
A 271 PM મોદી 50માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા પહોંચ્યા ઢાંકા, શેખ હસીનાએ આ રીતે કર્યું સ્વાગત 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ પર ગુરુવારે સવારે ઢાંકા પહોંચ્યા છે. અહીં તેમનું સ્વાગત બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કર્યું હતું. બાંગ્લાદેશ આજે પોતાનો 50 મો સ્વાતંત્ર દિવસ મનાવી રહ્યો રહ્યો છે. પીએમ મોદીનું વિમાન આજે સવારે ઢાંકાના હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. વડા પ્રધાનનું અહીં 19 તોપો નીસલામ સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

PM Modi Bangladesh Visit LIVE: बांग्लादेश पहुंचे मोदी, एयरपोर्ट पर पीएम शेख हसीना ने किया जोरदार स्वागत

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ પ્રવાસ એ કોરોનાવાયરસ મહામારીની શરૂઆત બાદ પહેલી વિદેશી યાત્રા પર છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી તેમના સમકક્ષ શેખ હસીના સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઉપરાંત, તેઓ દેશના 50 માં સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષ શેઠ મુજીબુર ઉર રહેમાનની 100 મી જન્મજયંતિ પણ છે. પીએમ મોદીએ મુલાકાતની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસમાં શેખ હસીના સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડા પ્રધાન મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદને પણ મળી શકે છે.

PM મોદીએ કહ્યું કે, તેઓ બાંગ્લાદેશનાં વડા પ્રધાનનાં આમંત્રણ પર 26-27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે તે બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાહ જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને ખુશી છે કે કોવિડ-19 રોગચાળો શરૂ થયા પછી પાડોશી મિત્ર દેશની મારી આ પહેલી વિદેશી મુલાકાત છે, જેની સાથે ભારતનાં સાંસ્કૃતિક, ભાષાકીય અને બન્ને દેશોનાં લોકો વચ્ચે ઉંડા સંબંધ છે. વડા પ્રધાન મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, તેઓ બંગબંધુનાં જીવન અને આદર્શો, બાંગ્લાદેશની આઝાદીની લડત અને બંને દેશો વચ્ચેનાં 50 વર્ષનાં રાજદ્વારી સંબંધોનાં સ્મરણાર્થે ઉજવણીમાં ભાગ લેવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અહેવાલ છે કે વડા પ્રધાન મોદીની બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને ઢાંકા વચ્ચે ઓછામાં ઓછા પાંચ એમઓયુ  પર હસ્તાક્ષર કરવાની સંભાવના છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડો. એકે અબ્દુલ મોમેને કહ્યું કે એમઓયુની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા પાંચ એમઓયુ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તે જ સમયે, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે આ પ્રવાસ દરમિયાન ઘણા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. પીએમ મોદી અને શેખ હસીના સહયોગના ક્ષેત્રમાં પણ ઘણી નવી ઘોષણા કરી શકે છે.