Wreath/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે, પુષ્પાંજલિ યાત્રા નરોડાથી શરૂ થશે…

આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરૂ થનારો આ રોડ શો  32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે,

Gujarat Gujarat Assembly Election 2022
Wreath 

Wreath    આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરૂ થનારો આ રોડ શો  32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હાલ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શો યોજશે. આ તેમની પુષ્પાંજલિ યાત્રામાં અનેક પ્રતિમાઓને પુષ્પ અર્પણ કરશે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. જે  અત્યાર સુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.

જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો,હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સ્વાગત કરશે. આ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં  બીજા તબક્કાનું મતદાન આગામી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે.

Ravindra Jadeja/પ્રથમ તબક્કાના મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બાલા સાહેબનો જૂનો વીડિયો શેર કર્યો