News/ નાઇજિરીયા જેલ પર હુમલો થતાં કેદીઓ ફરાર

ઓવરી શહેરને બંદૂકધારીએ બે કલાક સુધી શહેરને બાનમાં લઇને

World
Untitled 42 નાઇજિરીયા જેલ પર હુમલો થતાં કેદીઓ ફરાર

નાઇજિરીયામાં બંદૂકધારીઓએ પોલીસ અને સેનાની ઇમારતો પર હુમલો કર્યો જેનો લાભ લઇને જેલમાં બંધ ઘણા બધા કેદીઓ ફરાર થઇ ગયાં.

એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યાં અનુસાર ઓવરી શહેરને બંદૂકધારીએ બે કલાક સુધી શહેરને બાનમાં લઇને હુમલો કર્યો આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇપણ સંગઠનને લીધી નથી. ઉલ્લેખનીય છે કે હુમલોખોરોએ સરકારી ઇમારતોને ટાર્ગેટ કરી હતી અને હુમલો થતાં જેલના ઘણા બધા  કેદીઓ ફરાર થઇ ગયાં હતાં.

હુમલાના જવાબદારી દજુ સુધી કોઇ પણ સંગઠને લીધી નથી. પરંતુ નાઇજિરીયાના પોલીસ મહાનિરક્ષકએ અલગાવવાદિયોને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નાઇજિરીયામાં આ હુમલો થતા ત્યાંના રહેવાશીઓ ડરના માહોલમાં આવી ગયા હતા. હુમલાખોરે સતત બે કલાક સુધી શહેરને બાનમાં લેતા પોલીસતંત્ર પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસની મુશ્કેલીમાં ત્યારે વધારો થયો જ્યારે જેલના મોટાભાગના કેદીઓ ભાગી ગયા જેલમાં 1800 કરતા પણ વધારે કેદીઓ હતા.